રાજકોટ શહેર ખાતે સૌરાષ્ટ્રનાં જિલ્લાના સ્પધૅકો વચ્ચે લગ્ન ગીતોની સ્પર્ધા

તા.૧૮.૨.૨૦૨૦ ના રોજ સૌરાષ્ટ્રનાં જિલ્લા ના સ્પધૅકો વચ્ચે લગ્ન ગિતોની સ્પર્ધા હેમુ ગઢવી નાટયગૃહ ટાગોર રોડ રાજકોટ ખાતે યોજાયેલ છે. તેમાં જૂનાગઢ જિલ્લાના શ્રીનાથળિયા ઉનેવાળ બ્રહ્મ સમાજનું મહિલા ગૃપ પ્રથમ નંબરે આવેલ છે. આ ગૃપ માં શ્રીમતી કાશ્મીરાબેન મહેતા, શ્રીમતી માલતીબેન મહેતા, શ્રીમતી કુસુમબેન મહેતા, વિગેરે એ ભાગ લય સમાજ ને તથા તેમનાં કુટુંબ ને ગૌરવ અપાવેલ છે. રમત-ગમત. યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજીત અને જીલ્લા વહીવટી તંત્ર રાજકોટની રાહબરી હેઠળ જીલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી રાજકોટ સંચાલિત સૌરાષ્ટ્ર પ્રદેશકક્ષા કલામહાકુંભ આયોજીત. સમાજ કુટુંબ સાથે તેમનાં ઉપર અભિનંદન ની વર્ષા થઇ છે. અને રાજ્ય લેવલે પણ પ્રથમ નંબર મેળવે તેવી શુભેચ્છા સહુએ પાઠવેલ છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)