રન ફોર ભગતસિંહ યાત્રાનું ચોટીલામાં ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું

ચોટીલા માં રન ફોર ભગતસિંહ સાયકલ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યુ. જે ભારત દેશની આઝાદીમાં જેમનો સિંહફાળો છે. તેવા ક્રાંતિકારી શહીદ ભગતસિંહને ભારત દેશનું સર્વોચ્ચ રાષ્ટ્ર સન્માન “ભારત રત્ન” અપાવવા માટે ભગતસિંહ ક્રાંતિ દળ દ્વારા રન ફોર ભગતસિંહ સાયકલ યાત્રા નીકળી છે. જે ગુજરાતના સોમનાથથી દેશની રાજધાની દિલ્લી સુધી ૧૮૦૦ કી.મી. ની યાત્રા ગુજરાતના ૩૦ જિલ્લા અને ભારત દેશ ૫ (પાંચ) રાજ્યો ફરીને ભારત દેશના રાષ્ટ્રપતિ શ્રીરામનાથ કોવિંદજી ને આવેદનપત્ર આપશે.
આ સાયકલ યાત્રા ચોટીલા આવી પહોંચતા ભગતસિંહ ક્રાંતિ દળ ચોટીલાના મોહસીનખાન પઠાણ, મોહિતભાઈ પરમાર, ચકા મારાજ, મેહુલભાઈ ખંધાર, હિતેશભાઈ સરવૈયા દ્વારા ચોટીલામાં ઠેર-ઠેર જગ્યાએ અલગ અલગ સંસ્થાઓ અને સ્કૂલોના સંચાલકો અને કાર્યકરો દ્વારા આ સાયકલ યાત્રાના કન્વીનર જીજ્ઞેશભાઈ કાલાવડીયા અને તમામ સાયકલ વીરોનું સ્વાગત અને સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જે અંતર્ગત એન.એન.શાહ (મામાની સ્કૂલ), ધ શન સાઈન ઈંગ્લીશ મીડીયમ સ્કુલ, સરકારી વિનયન કોલેજના વિદ્યાર્થીઓને ભગતસિંહના ક્રાંતિકારી વિચારોથી માહિતગાર કરવામાં આવ્યા હતા.
સાયકલ યાત્રા જ્યારે ચોટીલા શહેરમાં રેલી સ્વરૂપે નીકળી ત્યારે ચોટીલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રણજીતસિંહ ચૌહાણ અને વેપારી મિત્રો, યુવા ભીમ આર્મી, પ્રા.શાળા નંબર ૧, ૨ અને ૩ના વિદ્યાર્થીઓ દ્વારા પણ સાયકલ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જન્મ સ્થળે ચામુંડા માતાજી મંદિર ટ્રસ્ટના નિલેશગીરી ગોસાઈ, સુન્ની મુસ્લિમ સમાજ પ્રમુખ સોહિલભાઈ ઘોણીયા, આઈ.જે.પી.એફ. પ્રમુખ પ્રશાંતભાઈ શાહ, રામ-રહીમ ફાઉન્ડેશન પ્રમુખ મોહસીનખાન પઠાણ, મેહુલભાઈ ખંધાર, સત્કર્મ સેવા ગ્રુપ મોહિતભાઈ પરમાર, હિતેશભાઈ સરવૈયા, ચોટીલા ગામના તમામ નાગરિકો અને યુવાનો દ્વારા સ્વાગતને સન્માન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)