રાજકોટ : બે લગ્ન છૂપાવી પ્રેમીએ ત્રીજા લગ્ન કરી યુવતીને છેતરી

રાજકોટ : બે લગ્ન છૂપાવી પ્રેમીએ ત્રીજા લગ્ન કરી યુવતીને છેતરી
Spread the love

રાજકોટ શહેરમાં ફેસબુક મારફત મિત્રતા કેળવી યુવાને યુવતી સાથે લગ્ન કરી શારીરિક સંબંધ બાંધ્યા હતા. આથી યુવતીએ આ અંગે પોલીસને ફરિયાદ કરી હતી. પરંતુ યુવાન યુવતીને ફરિયાદ પાછી ખેચવા માટે ધમકી આપતો હોય. આજે પીડિતા પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચી હતી. પીડિતાની સાથે રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાની મહિલાઓ અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની બહેન નયનાબા પણ જોડાયા હતા. પીડિતાએ આક્ષેપ કર્યો હતો કે, પોતાના પ્રેમીએ અગાઉ બે લગ્ન કર્યા હતા. અને તે મારાથી છૂપાવી મારી સાથે ત્રીજા લગ્ન કરી મને છેતરી છે. આથી આરોપી સામે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!