રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ વધારાના વિરોધમાં રાજપીપલા ખાતે નર્મદા મહિલા કોંગ્રેસનું કલેક્ટરને આવેદન

રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ વધારાના વિરોધમાં રાજપીપલા ખાતે નર્મદા મહિલા કોંગ્રેસનું કલેક્ટરને આવેદન
Spread the love

રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ વધારા સામે રાજપીપલા ખાતે નર્મદા મહિલા કોંગ્રેસે વિરોધ પ્રગટ કરી વિરોધમાં રાજપીપલા ખાતે નર્મદા મહિલા કોંગ્રેસ ને કલેકટરને આવેદન આપી ભાવવધારો પાછો ખેંચવા ની માંગ કરી હતી. જેમાં પ્રમુખ મનિષાબેન વસાવા સહિત મહિલાઓ એ જણાવ્યું હતું કે ભાજપ સરકારે રસોઈ બનાવવા માટે બહેનોને કફોડી હાલતમાં મૂકી દીધા છે.

સિલિન્ડરોમાં પીએમ દ્વારા સબસિડી આપવામાં આવી હતી. એ સિલિન્ડરના સરકાર બહેનો પાસેથી વધારા સાથે રૂ.1000નો એક બોટલનો ભાવ ગણતા રૂ.150 નો ભાવ વધારો કરવામાં આવ્યો હોય ત્યારે રસોઈ બનાવતી બહેનો આ વધારો ચૂકવી શકે નહીં જેનાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. આ અસહ્ય ભાવવધારો પાછો ખેંચવાની માંગ કરી કલેકટરને આવેદન આપ્યું હતું.

રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!