યાત્રાધામ અંબાજી ખાતે આવેલ કિડ્સ ગાર્ડન જુનિયર ચિલ્ડ્રન સ્કૂલ ખાતે શિવરાત્રી પર્વને લઈ ધાર્મિક કાર્યક્રમ યોજાયો

યાત્રાધામ અંબાજી ધાર્મિક નગરી તરીકે ઓળખાય છે અહીં વિવિધ શાળા કોલેજો આવેલી છે. જેમાં દરેક પ્રકારના સાંસ્કૃતિક કે ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવે છે ત્યારે અંબાજીમાં આવેલ નાના ભૂલકાઓની પ્રખ્યાત એવી કિડ્સ ગાર્ડન ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ ખાતે આજે શિવરાત્રી મહોત્સવ નિમિતે એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિમિતે શાળાના બાળકો દ્વારા વિવિધ વેશભૂષા કરવામાં આવી હતી અને શિવજી પાર્વતી શિવજીના ગણ તેમજ નંદી ના પાત્રો ભજવ્યા હતા. આ પ્રસંગને અનુરૂપ શિવજી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે શિવજીનો વરઘોડો કાઢી તેમના પાર્વતી સાથે લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાનો સ્ટાફ સહિત બાળકોના વાલીઓ ઉપસ્થિત રહી ખુશી વ્યક્ત કરી હતી.
અમિત પટેલ (અંબાજી)