રાજપીપળા : જીતનગરમાં 138 બંદીવાન કેદીઓ દ્વારા ૐ નમઃ શિવાયના સવાલાખ મંત્રોના જાપ

- શિવરાત્રીએ જીતનગર ની મુખ્ય જેલ શિવમય બની.
જેલના 56 કેદીઓએ ઉપવાસ રાખ્યા. - બંદીવાન ગુનાહિત પ્રવૃત્તિ થી દૂર રહે તે માટે જેલમાં ધાર્મિકતાનો માહોલ.
નર્મદાના વડામથક રાજપીપળા નજીક આવેલ જીત નગર ખાતે આવેલ શિવ મંદિર માં આજે શિવરાત્રીના સપરમાં પર્વે જેલના 198 જેટલા બંદીવાન કેદીઓ દ્વારા ૐ નમઃ શિવાયના સવા લાખ મંત્રોના જાપ કરાયા હતા. સવારે 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી સતત ચાર કલાક સુધી બંનદીવાનોએ સમૂહ માં ૐ નમઃ શિવાયના સવા લાખનો મંત્રોના જાપ કર્યા હતા. જેને કારણે શિવરાત્રીએ જીતનગરની મુખ્ય જેલ શિવમય બની ગઈ હતી.
જેલ અધિક્ષક એમ.એલ.ગામરા દ્વારા આજે જેલમાં બંદીવાન ગુનાહિત પ્રવૃત્તિ થી દૂર રહે તે માટે જેલમાં ધાર્મિકતાનો માહોલ ઉભો કરવા જેલમાં અનોખી રીતે શિવરાત્રીએ પર્વ ઉજવવાનો નક્કી કર્યું હોય આજે બંનદીવાનોએ સવા લાખ ૐ નમઃ શિવાયના સવા લાખ મંત્રોના જાપ કર્યા હતા, જેલના 56 કેદીઓએ ઉપવાસ રાખ્યા હતા મંદિરે શિવપૂજા ઉપરાંત શિવ ધૂન અને આરતી પૂજન કર્યું હતું. જેને કારણે જેલમાં ધાર્મિક માહોલ રચાયો હતો.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા