માણાવદરના સુપ્રસિદ્ધ શ્રી ત્રંબકેશ્વર મહાદેવ મંદિર શિવરાત્રીની ઉજવણી

માણાવદરના સુપ્રસિદ્ધ શ્રી ત્રંબકેશ્વર મહાદેવ મંદિર શિવરાત્રીની ઉજવણી
Spread the love

માણાવદરના સુપ્રસિદ્ધ ત્રંબકેશ્વર મહાદેવ મંદિરે આજે મહાવદ તેરસના મંગલકારી દિવસે મહા શિવરાત્રી મહોત્સવ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી આસ્થાના પ્રતિક સમા શ્રી ત્રંબકેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રીના ધર્મ ભીના આયોજન કરવામાં આવ્યા હતા. જેમાં વહેલી સવારે મંગળા આરતી વહેલી સવારથી ભૉળાનાથને રીઝવવા ભાવિકો દ્વારા રૂદાઅભિષેક, જલાભિષેક, દુગ્ધાઅભિષેક, બીલી પત્રો ચડાવવામાં આવી રહયા છે અને પૂજન અર્ચન કરવામાં આવ્યા હતા.

શિવભકિત અનેસાધનાનૉ અલૌકિક અવસર એટલે મંગલકારી મહાશિવરાત્રિ છે.જીવને શિવમાં પરૉવવાનૉ શ્રેષ્ઠ ભક્તિમય મહોત્સવ એટલે શિવરાત્રી કહે છે. મહાશિવરાત્રિ એ વાસ્તવિક શિવજીના વિવાહનૉ દિવસ છે એવુ કહેવાય છે આજ દિવસે ભૉળાનાથે સમુદ્ર મંથનમાંથી નિકળેલા હળહળા ઝેરનો કંઠ માં ધારણ કર્યું હતું શિવરાત્રી નુ વત સમસ્ત પાપોનું શમન કરનારું છે.આ દિવસ વત કરવાથી ભકિત અને યુક્તિ મળે છે

રીપૉર્ટ : જીજ્ઞેશ પટેલ (માણાવદર)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!