ગાંધીનગરની અંજલી તન્ના એક એવુ નામ કે જેનુ નામ લેતા જ લોકો ગર્વની લાગણી અનુભવે છે

ગાંધીનગરની અંજલી તન્ના એક એવુ નામ કે જેનુ નામ લેતા ગર્વની લાગણી અનૂભવાય છે. 7 વરસની ઉમરથી જેણે નૃત્ય ક્ષેત્રમા પગ મુક્યો, 12 વરસની ઉમરથી જેણે કોરિયોગ્રાફીની શરુઆત કરી. ગુજરાતની સાથે ભારતભરમા ઘણા પર્ફોર્મન્સ કર્યા, બોલિવૂડથી શરુઆત કરી દરેક ભારતીય લોકનૃત્યની સાથે સાથે ભારતીય ક્લાસીકલ નૃત્ય કથકમા વિશારદ કરી નીપૂણતા પ્રાપ્ત કરેલ છે. આપણા ગુજરાતી લોકનૃત્યની વાત કરૂ તો અંજલીએ એમા પણ મહારત પ્રાપ્ત કરેલ છે. ઘણી બધી સ્પર્ધાઓમા ભાગ લઇ અલગ અલગ ફોર્મમા ઇનામો પોતાના નામે કરેલ છે.
અંજલીએ 2018-19 મા 10 મહીના માટે અમેરીકા જઇ અમેરીકન અને ઇંડો – અમેરીકનોને કથક, બોલીવૂડ અને ભારતીય લોક નૃત્ય અને ખાસ કરીને આપણા ગુજરાતી ગરબા પણ શીખવડ્યા છે અને સારા – મોટા સ્ટેજ પર અમેરીકન ભારતીય કોન્સ્યુલેટની સામે પર્ફોર્મ પણ કરેલ છે. અંજલીએ પોતાની આ કલા માટે “મે હુ બેટી” નો નેશનલ લેવલનો, લોહાણા સમાજનો આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ પ્રાપ્ત કરેલ છે અને એના આ કાર્ય અને સફળતાને બિરદાવવા 15 ઓગસ્ટ 2018ના ધ્વજ વંદનના દિવસે અંજલીને ગુજરાત સરકાર દ્વારા પણ સન્માનીત કરવામા અવેલ છે.
અંજલીએ હાલ તારીખ 21 માર્ચના મહાશિવરાત્રીના રોજ ચિત્રભારતી શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલના ઓપનીંગ સેરેમનીમા શીવસ્તુતિ રજુ કરી ભગવાન શીવને યાદ કરી લોકોને મંત્ર મુગ્ધ કરી દીધા હતા. આ પ્રસંગે આપણા માનનિય મુખ્ય મંત્રી શ્રી વીજયભાઇ રુપાણિ સાહેબની સાથે બોલિવૂડ માથી સુભાશ ઘાઇ, પ્રસૂન જોશી, મિહીર ભુતા, દીલીપ શુક્લા અને લગભગ ગુજરાતી ફિલ્મ ઇન્ડસટ્રી અને ગુજરાતના દરેક મિડિયા મહાનુભાવો પણ ઉપસ્થીત રહ્યા હતા. આ ડાન્સની કોરિયોગ્રાફી, ફોર્મેશન અને એક્ષીક્યુશન અંજલી તન્ના દ્વારા કરવામા આવેલ, અંજલીને જાહન્વી ગઢવી અને મધુરિમા ઓઝાએ ઘણો સારો સાથ સહકાર આપ્યો હતો અને આ બન્ને દીકરીઓએ પણ કથક વીશારદ પ્રાપ્ત કરેલ છે.
અંજલીની બીજી સફળતાઓને ઉમેરતા આનંદ થાય છે કે અંજલી તારીખ 6 માર્ચના રોજ નૃત્ય કલા માટે બેસ્ટ ક્લાસીકલ ડાન્સરનો ભારત આઈકોન એવોર્ડ લેવા મુંબઈ જઈ રહી છે અને તરીખ 8મી માર્ચના રોજ અમદાવાદમા યોજાનાર ઇન્ડિયન વૂમન એચિવર એવોર્ડસ માટે પણ નોમીનેટ થયેલ છે, 21 વરસની નાની ઉમરમા પ્રાપ્ત કરેલ અંજલીની સફળતાને ગુજરાતના મિડિયાએ પણ ધ્યાનમા લીધેલ છે અને સાથ પણ આપેલ છે.
અંજલી આવીને આવી રીતે આગળ વધતી રહે અને એનુ અને એના માતા-પિતાની સાથે સાથે ગાંધીનગર અને ગુજરાતનુ પણ નામ દુનિયા ભરમા રોશન કરતી રહે એવી શુભેચ્છા.