શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ માણસા દ્વારા માણસા તાલુકાનું બ્રહ્મ સંમેલન યોજાયું

શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ માણસા તથા શ્રી સમસ્ત યુવા બ્રહ્મસમાજ માણસા દ્વારા શ્રી દિનેશભાઈ વ્યાસ ના માર્ગ દર્શન હેઠળ તેમજ સમસત ગુજરાત બ્રહ્મસમાજના મહામંત્રી ઙો. શ્રી યજ્ઞેશભાઈ દવેના અધ્યક્ષ સ્થાને માણસા તાલુકા નું ભવ્ય બ્રહ્મ સંમેલન યોજાયું જેમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષાના ઉચ્ચ હોદ્દેદારો ડો. શ્રી યજ્ઞેશભાઈ દવે-મહામંત્રી, શ્રી ભરતભાઈ રાવલ-અધ્યક્ષ, શ્રી કમલેશ વ્યાસ-મુખ્ય સંગઠક, શ્રી અશ્ચિનભાઈ ત્રિવેદી-ઉપપ્રમુખ, શ્રી કિર્તીભાઇ ત્રિવેદી – ઉધોગપતિ, ડિમ્પલ બેન રાવલ – ઉપપ્રમુખ (મહિલપાંખ) નું બિઝનેસ સમીટની ભવ્ય સફળતા માટે બહુમાન કરવામાં આવ્યું.
બ્રહ્મ હેલ્થ કાર્ડ-સકીમમાં જોડાયેલા ડૉકટર્સ, તેમજ દાતાઓનું બહુમાન કરાયું આ કાર્યક્રમ માં પ્રદેશ સહમંત્રી હર્ષદ રાવલ, પ્રદેશ યુવામંત્રી દિવ્ય ત્રિવેદી , સહ પ્રભારી નરેન્દ્ર દવે, રિતેશ વ્યાસ તેમજ પ્રદેશ સંગઠન મંત્રી મહિલા પાંખ કલ્પનાબેન ત્રિવેદી ગાંધીનગર મહિલા પ્રમુખ છાયાબેન ત્રિવેદી હાજર રહ્યા હતા સાથે યોજાયેલ ભૂદેવ ડાયરામાં કલાકાર શ્રી વિક્રમ લાબડીયા અને પાર્શ્વ ગાઈકા બેબી ધાન્વિ દવેએ ઉપસ્થિત સર્વેના દિલ જીતી લીધા હતા. આ પ્રસંગે માણસા તાલુકા બ્રહ્મસમાજની નવી કારોબારી ટિમની નિમણુંક કરવામાં આવી.