ડાંગના લોકાર્પણના પત્રકારને જુગાર ધામ ચલાવતા અસામાજિક તત્ત્વ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી

ડાંગના લોકાર્પણના પત્રકારને જુગાર ધામ ચલાવતા અસામાજિક તત્ત્વ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી
Spread the love
  • કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ડાંગ મીડીયા કલબ દ્વારા આહવા પોલીસ મથકે અરજી સુપ્રત કરાઇ

ડાંગ જિલ્લા ના ધવલીદોડ ખાતે રહેતા લોકાર્પણ દૈનિક પેપરના પત્રકાર વનરાજ પવાર ને ધવલીદોડ ખાતે જુગારધામ ચલાવતા અસામાજિક તત્વ એવા નથ્થુ ચૌધરી એ રાગદ્વેષ રાખી જાહેર માં જાનથી મારી નાખવાની ધમકી આપતા પત્રકાર જગતમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ત્યારે આજે ડાંગ મીડીયા કલબ ના પત્રકાર મિત્રોએ આહવા પીએસઆઈ ને અરજી કરી જુગારધામ ચલાવતા અસામાજિક તત્વ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

લોકશાહીની ચોથી જાગીર એવા પત્રકાર ની સ્વતંત્ર અને કામગીરી સામે ધવલીદોડ ખાતે રહેતો અને વર્ષો થી ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા નથ્થુ ચૌધરી નામ નો માથાભારે ઇસમ ખુલ્લે આમ વરલી મટકા નો જુગારધામ ચલાવી એક ટંક નુ ખાતા ગરીબ આદિવાસી લોકો ને પાયમાલ બનાવી રહયો છે જે ગેરકાયદેસર અને જુગારધામ ની બદી ને નાથવા માટે બે દિવસ અગાઉ ધવલીદોડ ગામ ના જાગૃત નાગરિકો એ આ બાબતે આહવા પોલીસ મોખીક ફરીયાદ કરી હતી અને ખુલ્લે આમ ધમધમતા જુગારધામ તાત્કાલિક બંધ કરવાની માંગ કરી હતી.

જે ફરીયાદ અંગે નો રાગદ્વેષ ધવલીદોડ ખાતે રહેતા લોકાઅર્પણ દૈનિક ના પત્રકાર વનરાજ પવાર સાથે રાખી આ અરજી પત્રકારે જ કરી હોવાની દુશ્મનાવટ કરી ને જુગારધામ ચલાવનાર માથા ભારે ઇસમ નથ્થુ ચૌધરી એ પત્રકાર વનરાજ પવાર ને જાહેર માં જાનથી મારી નાખવાની ધમકી આપી અખબારી સ્વતંત્રા ઉપર તરાપ મારી કાયદા નો છેડે ચોક ભંગ કરી ને મીડિયા કર્મી ને ડરાવવા નો પ્રયાસ કર્યો છે આ ધટના ખુબ નિદંનીય છે જેને વખોડવા માટે ડાંગ મીડીયા ક્લબ દ્વારા આહવા પોલીસ મથકે આવા જુગાર ધામ ચલાવતા બેફામ બને અસામાજિક તત્ત્વ સામે તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી કરવાની માંગ કરી લેખિત અરજી કરી હતી.

જે પત્રકાર સંધની અરજીને ધ્યાને રાખી આહવા પીએસઆઈ મકવાણા એ તાત્કાલિક ધોરણે ધવલીદોડ ખાતે ગેરકાયદેસર જુગારધામ ચલાવતા નથ્થુ ચૌધરી નામના અસામાજિક તત્વ ને પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી કરવા ના ચક્રોગતિમાન કર્યા છે જે બાબતે અસામાજિક તત્વ નથુભાઇ ચોધરી એ એમની પત્નીનો સહારો લઇ ખોટી ફરિયાદ કરી પત્રકાર જગતને બદનામ કરવાનું કાવતરું કરીયુ છે જે બાબતે ગુજરાત પત્રકાર સંગઠન અને ડાંગ જિલ્લા મિડીયા સંધ આની નિંદા કરી રહ્યા છે જે બાબતે યોગ્ય કાયમી ધોરણે સટ્ટા ચલાવતો નથુભાઇ ચોધરી પર યોગ્ય કાર્યવાહી થાય એ જરૂરી બન્યુ છે.

રિપોર્ટ : વનરાજ પવાર (ડાંગ)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!