કોમ્બીગ નાઈટ પેટ્રોલીંગ દરમિયાન બે ઇસમોને ઇગ્લીશ દારૂના જથ્થા સાથે પકડી પાડતી ભક્તિનગર પોલીસ

તા.૨૬.૨.૨૦૨૦ ના રોજ ડી.સી.પી શ્રી રવિ મોહન સૈની સાહેબ દ્વારા કોમ્બીગ નાઈટ પેટ્રોલીંગનુ આયોજન કરેલ હોય. ડી.સ્ટાફ પોલીસ કર્મચારીઓ પેટ્રોલીંગ દરમિયાન પોલીસ ઈન્સપેક્ટર ભાવેશભાઇ મકવાણા તથા મહેનદ્રસિંહ ડોડીયા ને મળેલી હકીકત બાતમીના આધારે સીતારામ સોસાયટી શેરી.૭ ખાતેથી બે ઇસમોને ઇગ્લીશ દારૂના જથ્થા સાથે પકડી પાડવામાં આવેલ છે.
આરોપી
- ભાવેશ ધિરૂભાઈ જાદવ. ઉ.૨૧ રહે. આશાપુરા સોસાયટી શેરી.૧૦ રાજકોટ.
- લાલો રામસિંગભાઈ ખાખરીયા. ઉ.૨૮ રહે. હુડકો કવાર્ટર નં.૨૪૯ રાજકોટ.
મુદામાલ
ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલો કુલ.૧૮૦ કિ.૯૦.૦૦૦ નો મુદામાલ કબજે કરેલ છે.
કામગીરી કરનાર અધીકારીઓ
પોલીસ ઈન્સપેક્ટર વિ.કે.ગઢવી તથા પી.બી.જેબલીયા તથા મહેનદ્રસિંહ ડોડીયા તથા વિક્રમભાઈ ગમારા તથા રણજીતસિંહ પઢારિયા તથા ભાવેશભાઇ મકવાણા તથા રવિરાજભાઈ પટગીર તથા વાલજીભાઈ જાડા તથા વિશાલભાઈ બસીયા તથા મેહુલભાઈ ડાંગર તથા દિવ્યરાજસિંહ ઝાલા તથા મનિશભાઈ શીરોડીયા તથા હિતેશભાઈ અગ્રાવત તથા રાજેશભાઈ ગઢવી.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)