રાજકોટના કુવાડવા રોડ પર આવેલ ૮૦ ફૂટ રોડ પર મારામારીનો બનાવ
રાજકોટ શહેર તા.૨૬.૨.૨૦૨૦ ના કુવાડવા રોડ પર આવેલ ૮૦ ફૂટ રોડ પર ડખ્ખો થયો. શ્રી શક્તિ હાઉસિંગ સોસાયટીમાં રહેતા પટેલ પરિવાર પર ભરત રંગાણી. ડેનિસ અંદાણી તથા ૨૦ અજાણ્યા ઈસમો દ્વારા ઘરપર હીંચકારો હુમલો કરવામાં આવેલ. ભરત રંગાણી. ડેનિસ અંદાણી અને અન્ય ૩ અજાણ્યા ઈસમો ઘરમાં અંદર ઘુસી ને પટેલ પરિવારના ૨૦ વર્ષય યુવાનને ઘરમાંથી ઢસડી બારે કાઢી. ધોકાને લોખંડના પાઇપ વડે ૨૦ થી ૨૫ ઈસમોયે બેફામ માર મારેલ. યુવાન લોહિયાણ હાલતમાં હોસ્પિટલના બિછાને. હુમલો કરનાર આરોપીઓ ભરત રંગાણી. ડેનિસ અંદાણી હુમલાખોરો હુમલો કરી નાસી છૂટેલ. અગાઉ પણ પટેલ પરિવારના યુવાનને જાનથી મારી નાખવાની ધમકીઓ આરોપી દ્વારા આપવામાં આવેલ.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)