દેડિયાપાડાના ગીચડના ગ્રામજનોને ઉનાળાની શરૂઆતમા જ પીવાના પાણીના વલખાં !

- ખાડી કોતરમાથી ખાડો ખોદીને પાણી વાડકા ભરીને ગ્રામજનો.
- છેલ્લા 15વર્ષથી 1કીમી ખાડી કોતર મા દૂર ચાલીને પીવાનુ પાણી ભરતી મહિલાઓ ની દયનીય સ્થિતિ.
- નર્મદાડેમ અને કરજણ ડેમ જેવી બબ્બે મહાકાય યોજના છતા ઘરઆંગણામાં ના ગામો તરસ્યા ?
- સરપંચોને વારંવાર ગ્રામજનોની રજૂઆત છતા ગામમાં હેડ પંપ કે બોર ની સુવિધાનો અભાવ !
નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તાર ના ઊંડાણ ના અને આંતરીયાળ વિસ્તાર ના એવા પણ ગામો છે જયા પીવાના પાણીની સુવિધા નથી ! આજે પણ આવા અંતરીયાળ ગામની મહિલાઓને પીવાનુ પાણી ભરવા માટે માઈલો દૂર જવુ પડે છે .નર્મદામા નર્મદા ડેમ અને કરજણ ડેમ જેવી બબ્બે મહાકાય યોજના હોવા છતા નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ગીચડ ગામના પટેલ ફળિયાના ગ્રામજનોને ઉનાળાની શરૂઆતમા જ પીવાના પાણીના વલખાં મારવાનો આવ્યો છે !
નર્મદાના દેડિયાપાડા તાલુકાના ગીચ જંગલ વચ્ચે આવેલુ ગીચડ ગામના પટેલ ફળિયામાં અંદાજે લગભગ 8 થી વધુ ધરો આવેલા છે .જેમા અંદાજે 60 થી વધુલોકો ની વસ્તી ધરાવતા આ ફળિયામાં હેન્ડ પંપ કે બોરની કે અન્ય કોઈ પીવાના પાણી માટેની સુવિધા જ નથી ! .છેલ્લા 15 વર્ષ થી આ ગામમા પીવાના પાણી ની કોઈ સુવિધા ન હોવાથી ગ્રામજનોને પીવાનુ પાણીલેવા માટે 1કિમી દૂર ખાડી કોતરોમા થઈને ટેકરા ચઢી ને દૂર દૂર સુધી પગે ચાલીને ખાડી કોતરમાથી પાણી લાવવું પડે છે.
પીવાના પાણી માટે ભારે હાડમારી વેઠી મુશ્કેલીઓનો સામનો કરતા ગ્રામજનો ની હાલત કફોડી છે .ગ્રામજનોને આજે આઝાદી પછી પણ પોતાના જરૂરિયાત માટેનુ તેમજ ઢોરઢાંખર માટે પાણી મેળવવા ખાડી કોતરમા ખોદીને ડુંગરો ખૂંદીને પાણી મેળવવુ પડે છે . ઢોરો ને પાણી પાવા માટે 1કિમીની રઝળપાટ કરવી પડે છે.એને વિકાસ કહેવો કે રકાસ કહેવો ? તંત્ર માટે શરમજનક કહી શકાય એવી ગીચડ ગામની આપવીતી ગામના જ ગ્રામજનો ના મુખેથી સાંભળીએ તો આશ્ચર્ય જરૂર થાય.
નર્મદા જિલ્લામા કરજણ ડેમ તેમજ નમૅદા ડેમ એમ બબ્બે મોટા ડેમો આવેલા છે .જેનુ પાણી કચ્છ સૌરાષ્ટ્ર સહિતના ગુજરાતના અન્ય દુર દુરના છેવાડા સુધી ખુણે ખુણે પાણી પહોચે છે.ખાટલે મોટી ખોડ એ છે કે ઘર આંગણાના લોકો ને જ પાણી માટે વલખા મારવા પડે છે. ડેમોની નજીકમા આવેલા ગામડાઓને જ આ ડેમોમાંથી પાણીનો કોઈ જ લાભ મળતો નથી. અહી ગ્રામજનોને દિવા તળે જ અંધારું ઉલેચવાનો વારો આવ્યો છે. પટેલ ફળિયાના ગ્રામજનોને પીવાનુ પાણી મેળવવા માટે ખાડી કોતરમા ખાડો ખોદીને પાણીનો ઉપયોગ કરવો પડી રહ્યો છે.
અહીનુ પાણી ખુલ્લુ અને અશુદ્ધ પાણીછે જે ગ્રામજનો માટે આરોગ્ય માટે પણ હાનિકારક છે . આ પાણી પીવાથી ગ્રામજનો અવારનવાર માદગીમા સપડાઈ ને બીમાર પડી રહ્યા છે. આ બાબતે તંત્રને તેમજ સરપંચને અવારનવાર ગ્રામજનોએ ધ્યાન દોરી રજૂઆત કરી છે પરંતુકોઈના પેટનુ પાણી પણ હાલતુ નથી. ગામના રામસિંગભાઈનુ કહેવુ છે કે અમારા ગામમાં પીવાના પાણીની કોઈ સુવિધા નથી.
ખાડી કોતર માથી ફૂટતા ઝરણાંનુ પાણી જમીનમાથઈ ખાડો ખોદીને ઉલેચીને પાણી ભરીએ છીએ .એ માટે ગામની મહિલાઓને 1 કીમી દૂર ચાલીને પાણી લેવા જવુ પડે છે. ગ્રામજનોની માંગ છે કે તેમણે પીવાનુ શુધ્ધ પાણી મળે અને તાત્કાલિક ધોરણે હેડપંપ અથવા અન્ય કોઇ યોજનાકીય હેઠળ પાણી વ્યવસ્થા કરી પાણીની સમસ્યા હલ કરવામાં આવે આગળ ઉનાળોઆવી રહ્યો છે ત્યારે પાણી ની અને બીમારી ની સમસ્યા વધુ વકરે તે પહેલા તંત્ર ગ્રામજનો ને શુધ્ધ પીવાના પાણી નો અધિકાર અપાવે તેવી માંગ ઉઠી છે.
તસવીર : જ્યોતિ જગતાપ , રાજપીપલા