અમરેલી જિલ્લા મોટીકુકાવાવ કુકાવાવ ગામ સુંદર કથા સત્સંગનું ભવ્ય આયોજન

પરમ કૃપાળુ પરમાત્મા શ્રી સૂર્યમુખી ભુરીયા હનુમાનજી મહારાજની તેમજ નારદાનંદજી બાપુની અસીમ કૃપાથી તેમજ સદગુરુ પીરજી શ્રી શેરનાથ બાપુના સાનિધ્યમાં કૃપા દ્રષ્ટિ થકી ભય રોગ મટાડનાર તેમજ ધર્મ અર્થ કામ મોક્ષ સિદ્ધિ પ્રદાયિની કલ્પા વૃક્ષ સમાજ બધી જ ઇચ્છાઓ પૂર્ણ કરનાર પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાન સ્વરૂપ આ સુંદર કથા સત્સંગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હોય છે. ભાગવત ચરિત્ર અને સત્સંગામૃતના વ્યાસાસને જંગર નિવાસ શાસ્ત્રીજી શ્રી જયેશભાઈ એન પંડ્યા સુર સંગીતના સથવારે નીજી મૌલિકતાથી સત્સંગ સત્સંગામૃતની રસલહાણ પીરસશે.
શ્રી પુષ્ટિ ભાગવત સત્સંગ કથાના આ પરમપાવન પ્રસંગે અનુપમ ચરિત્રોનું રસમય રસપાન તેમજ ભાગવત સત્સંગ કથાના વિવિધ ઉત્સવોનું આયોજન. પુષ્ટિ ભાગવત સત્સંગ કથાનો પ્રારંભ તા.22.2.2020 થી તા.1.3.2020 સુધી ભવ્ય રસપાન કરાવવામાં આવશે. સત્સંગ નો સમય સવારે 9 થી12 અને 3 થી 6 સુધીનો રહેશે. આ કથાનો લાભ લેવા સૌ ભક્તજનોને અનેરો આનંદ લેવા સહ પરિવાર પધારવા નિમંત્રણ પાઠવવામાં આવે છે. દરરોજ સવાર સાંજ સત્સંગ કથા વીરામે મહાપ્રસાદીનું પણ આયોજન રાખવામાં આવ્યું છે.
હસમુખભાઈ ગેવરીયા, ગોરધનભાઈ ગેવરીયા, વિનુભાઈ આસોદરીયા, જીતુભાઈ વ્યાસ, વલ્લભભાઈ મોઢવાડિયા, અશોકભાઈ વઘાસિયા, ગોવિંદભાઈ રાક, દેવરાજભાઈ રાક, મહેન્દ્ર ભાઈ રાજપુત, મધુભાઈ ગોંડલીયા, વિનુભાઈ શેલનાથ બાપુ, કાળુભાઈ મિસ્ત્રી, ધીરુભાઈ રાદડિયા, ભનુભાઈ કાછડીયા, સિંઘ રાજપુત રાજપુત, રવિબાપુ અને ધમાભાઈ, ઘનાભાઈ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)