જાફરાબાદમાં કૃમિ નાશક દિવસની ઉજવણી કરાઇ

જાફરાબાદમાં કૃમિ નાશક દિવસની ઉજવણી કરાઇ
Spread the love

જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી તેજસ પરમારની સૂચના અને માં. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એફ.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ તથા તાલુકા હેલ્થ ઓફિસર ડો જીગ્નેશ ગોસ્વામીના અધ્યક્ષતામાં જાફરાબાદના ટીંબી, નાગેશ્રી, બાબરકોટના ગામોમાં અને શહેરી વિસ્તારમાં કૃમિ નાશક દિવસ ઉજવાયો.

જેમાં પીપળી કાંઠાની નૂતન શાળામાં આચાર્ય શ્રી તથા સ્ટાફ ડો.શકીલ ભટ્ટી, જાગૃતિબેન, મનીષાબેન, સંજયભાઈ ડાભી અને આશા બહેનો સહયોગથી ૧ થી ૧૯ વરસના તમામ બાળકો જેમાં શાળાયે જતા ન જતા અને આંગણવાડી યે જતા ન જતા બાળકોને કૃમિ નાશકની ગોળી ખવડાવવામાં આવી.

જેમાં આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ,આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા આ કામગીરી કરવામાં આવી અને બાકી રેહતા બાળકોને આગામી મોપ અપ રાઉન્ડ ૩ માર્ચ ૨૦૨૦ના રોજ ખવડાવવામાં આવશે. જેમાં તમામ મેડિકલ ઓફિસર, સીએચઓ, આરબીએસકે તથા સુપરવાઈઝર અને આરોગ્યના સ્ટાફ સારી એવી જહેમત ઉઠાવી હતી તેમ તાલુકા હેલ્થ ઓફિસરની યાદી જણાવે છે.

યોગેશ કાનાબાર (રાજુલા)

IMG-20200228-WA0018.jpg

Rasik Vegada

Rasik

Right Click Disabled!