વડોદરા યોગનીકેતનના 182 સાધકો દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સમુહમાં 108 સૂર્યનમસ્કારનો પ્રારંભ

સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિમા નીચે 108 સૂર્યનમસ્કાર કરી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઇન્ડિયા સૂત્રને સાકાર કરશે.
ભારત અને નેપાળમાં હિમાલય, આર્મેનિયા, ઓસ્ટ્રેયા અને જર્મનીમાં ગાત્રો ગળતી ઠંડીમાં બરફથી છવાયેલો પ્રાણવાયુની અછત ધરાવતા પર્વત શિખરો પર સમુદ્રની સપાટીથી 1737 થી 6470 મીટરની ઊંચાઈએ 108 સૂર્ય નમસ્કાર કરવાની સિદ્ધિ મેળવવી અને લીમ્કા બુકમાં સ્થાન મેળવ્યું.
રાજપીપલા,
આજે 29 ફેબ્રુઆરીના લીપ દિવસે વહેલી સવારે 5 વાગ્યે 108 સૂર્યનમસ્કાર ની સઘન તાલીમ લઇને તૈયાર થયેલ 182 સાધકો કેવડીયાકોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની વિરાટ પ્રતિમા નીચે 108 સૂર્યનમસ્કાર કરી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ફીટ ઇન્ડિયાના સૂત્રને સારા સાકાર કરવા સમૂહમાં 108 સૂર્ય નમસ્કાર નો પ્રારંભ થશે. અત્યાર સુધીમાં થયેલા તમામ સમુહો 108 સૂર્યનમસ્કાર તથા ચંદ્રનમસ્કાર માટે સાધકોને એક મહિનાની સઘન તાલીમ આપીને તૈયાર કરવાની જવાબદારી સંસ્થાના યોગ શિક્ષક અને કલાકાર પ્રવીણ મેરીપલ્લીએ સંભાળી છે.
તા 29 ફેબ્રુઆરીના રોજ થનાર 108 સૂર્યનમસ્કાર અંગેની તાલીમનો ભાર પણ છેલ્લા એક મહિનાથી તેમને સંભાળેલ છે. પ્રવીણ મેરીપલ્લી પોતે 108 સૂર્યનમસ્કારની કડક આરાધના દરરોજ વહેલી સવારે કરતા આવ્યા છે. તેમણે ભારત અને નેપાળમાં હિમાલય, આર્મેનિયા, ઓસ્ટ્રેયા અને જર્મનીમાં ગાત્રો ગળતી ઠંડીમાં બરફથી છવાયેલો પ્રાણવાયુની અછત ધરાવતા પર્વત શિખરો પર સમુદ્રની સપાટીથી 1737 થી 6470 મીટરની ઊંચાઈએ 108 સૂર્ય નમસ્કાર કરવાની સિદ્ધિ મેળવીને લીમ્કા બુકમાં સ્થાન મેળવેલું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરાની યોગ નિકેતન સંસ્થા છેલ્લા 34 વર્ષથી પરંપરાગત યોગ અને સંગીત શિક્ષણ દ્વારા સંસ્કાર નગરી ની જનતાના સર્વાંગી સ્વાસ્થ્ય માં પોતાનું આગવું યોગદાન આપી રહી છે. સંસ્થાના છત નીચે યોગ અને સંગીત શિક્ષણના વિવિધ વર્ગો ચલાવવામાં આવે છે. તે ઉપરાંત જાહેર જનતામાં યોગનો પ્રચાર- પ્રસાર કરવા માટે વિવિધ પ્રકારના કાર્યક્રમો દર વર્ષે યુધ્ધ પ્રયોજવામાં આવે છે. આ કાર્યક્રમોમાં સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ શહેરીજનોમાં વિશેષ રીતે આકર્ષણ ઉભું કર્યું છે. સન 2017 ની સાલ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે શરૂ કરવામાં આવેલા આ પ્રયોગમાં વર્ષોવર્ષ વધારે ને વધારે સંખ્યામાં ઉત્સાહિત યોગ સાધકો ભાગ લે છે.
પ્રથમ અને બીજા વર્ષે યોગ નિકેતન ખાતે આયોજિત સૂર્યનમસ્કારમાં અનુક્રમે 275 અને 465 ત્રીજા વર્ષ 2019 માં લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે 1000 ઉપરાંત સાધકો તેમજ મોઢેરા સૂર્ય મંદિર ખાતે મે 2019 માં કરવામાં આવેલા સૂર્યનમસ્કારમાં 111 સાધકો મળીને અત્યાર સુધીમાં સંયુક્ત રીતે 1850 સાધકોએ શિસ્તબદ્ધ રીતે 108 સૂર્ય નમસ્કાર કરીને પોતાની ફિટનેસ નો પરિચય આપ્યો છે.આ ઉપરાંત તા 31 ડિસેમ્બર 2019 અને 1 લી જાન્યુઆરી 2020 ની મધ્યરાત્રીએ ગ્રેગોરિયન પંચાગ ના નવા વર્ષને આવકારવા માટે યોગની કેતનના 175 સાધકોએ સામૂહિક નમસ્કાર કરીને નવો ચીલો પાડ્યો હતો.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા