રાજપીપલાની ક્રિસ્ટલ પબ્લિક સ્કુલ ખાતે કૃમિનાશક દિવસની ઉજવણી

રાજપીપલાની ક્રિસ્ટલ પબ્લિક સ્કુલ ખાતે કૃમિનાશક દિવસની ઉજવણી
Spread the love
  • જિલ્લા વિકાસ અધિકારીએ આલ્બેન્ડેઝોલની ગોળી શાળાના બાળકોને ખવડાવીને કાર્યક્રમનો શુભારંભ કર્યો.

રાજપીપલા,

આરોગ્ય અને પરિવાર કલ્યાણ દ્વારા જિલ્લા પંચાયત નર્મદા દ્વારા રાજપીપલાની ક્રિસ્ટલ પબ્લિક સ્કુલ ખાતે આજે જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કે.પી.પટેલ, આરોગ્ય સ્ટાફગણ, શાળાના બાળકોની ઉપસ્થિતિમાં કૃમિ નાશક દિવસની ઉજવણીના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂક્યો હતો.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમે જણાવ્યું હતું કે, કૃમિ નાશક દિવસની ઉજવણીમાં 1 થી 19 વર્ષના તમામ બાળકોને કૃમિ મુક્ત કરવા માટે આલબેન્ડેઝોલ ગોળી ચાવીને ખવડાવવામાં આવે છે. વધુમાં ઉમેર્યું કે, કૃમિ એ એનિમિયાનું મુખ્ય કારણ હોય છે. જેમાથી બાળકોમાં માનસિક, શારીરિક, માનસિક વિકાસ ઉપર ઘણી જ ખરાબ અસર થતી હોવાથી એક સાથે તમામ બાળકોને આલબેન્ડેઝોલ ગોળી ચાવીને ખવડાવવાથી એનિમિયાને અટકાવી શકાય છે.

તેમણે વધુ કહ્યું કે, જિલ્લાનાં દરેક ગામમાં કૃમિ નાશક દિવસની ઉજવણી કરાશે જેમાં 978 -આંગણવાડી કેન્દ્ર , 896 – શાળાના બાળકો સહિત અંદાજીત 152709 જેટલાં બાળકોને આવરી લેવાશે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમે આલબેન્ડેઝોલની ગોળી શાળાના બોળકોને ખવડાવીને કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કે.પી.પટેલે પ્રાસંગિક પ્રવચન કરતાં જણાવ્યું કે, કૃમિ સંક્રમણથી બાળકોમાં કુપોષણ અને લોહીની ઉણપ થાય છે જેના કારણે હંમેશા થાક લાગે છે અને સંપૂર્ણ શારીરિક અને માનસિક વિકાસ સંપૂર્ણ પણે થતો નથી. તેમજ 1 થી 19 વર્ષનાં તમામ બાળકને આલબેન્ડેઝોલ ગોળી ખવડાવવામાં આવશે કોઇ પણ બાળક રહી ન જાય તેનું પણ ધ્યાન રાખવામાં આવશે અને બાકી રહેલ બાળકોને આગામી મોપ અપ રાઉન્ડ થકી 3 જી માર્ચ, 2020 ને મંગળવારના રોજ આલબેન્ડેઝોની ગોળી ખવડાવવામાં આવશે તેમજ વધુમાં કૃમિથી કેમ દુર રહી શકાય તેની વિસ્તૃત જાણકારી પણ તેમણે પૂરી પાડી હતી.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપલા

IMG-20200228-WA0031-0.jpg

Rasik Vegada

Rasik

Right Click Disabled!