મોરબીના વાવડી રોડ પરના મકાનમાંથી રૂ. 30 હજારના દાગીનાની ચોરી

- મકાન માલિક બહાર ગયા અને પાછળથી તસ્કરો હાથફેરો કરી ગયા
મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સોસાયટીના એક મકાનમાંથી તસ્કરો રૂ. 30 હજારના દાગીનાની તસ્કરી કરી ગયા હતા. જેમાં મકાન મલિક બહાર ગયા અને પાછળથી તસ્કરો તેમના બંધ મકાનમાંથી હાથફેરો કરી ગયા હતા. મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ક્રિષ્ના સોસાયટી (કે.જી.એન. પાર્ક)માં તસ્કરો ત્રાટકયા હતા. આ સોસાયટીમાં રહેતા ઉંમરભાઈ જેડાના મકાનમાંથી તસ્કરો રૂ. 30 હજારના દાગીનાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ મકાન માલિક બહાર હાજરી આપવા ગયા હતા અને પાછળથી તસ્કરો તેમના બંધ મકાનમાંથી દાગીનાની ચોરી કરી ગયા હતા. જો કે આ બે માળનું મકાન છે.
ઉપરના મકાનમાં અન્ય પરિવાર રહે છે. ત્યારે તસ્કરો નીચેના મકાનમાં ચોરી કરવી આસન બને તે માટે ઉપરના મકાનને બહારથી આગળીયો મારી દીધો હતો. આ ચોરીના બનાવની હજુ સુધી ફરિયાદ નોંધાઇ નથી. જો કે આ વિસ્તારમાં તસ્કરોની છેલ્લા કેટલાક સમયથી રંજાડ વધી ગઈ છે અને અવારનવાર નાની મોટી ચોરી થાય છે. બે દિવસ પહેલા તસ્કરો આંટાફેરા કરીને નીકળી ગયા હતા. જેમાં આ શેરીમાં બેસતા હોમગાર્ડસ અન્ય શેરીમાં પેટ્રોલીંગ કરવા ગયા એટલી વારમાં તસ્કરો હાથ મારીને ફરાર થઈ ગયા હતા. વધતા જતા ચોરીના બનાવોથી સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો છે.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી