રાજકોટમાં રવિવારે અને ગુરૂવારે સૌથી વધુ અકસ્માત નોંધાયા

Spread the love

રાજકોટ,
રંગીલું રાજકોટ અકસ્માતોનું શહેર પણ બની રÌšં છે. એક તરફ રાજકોટમાં સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા જાવા મળે છે ત્યારે શહેરમાં અકસ્માતોની સંખ્યા પણ વધી રહી છે. એક સર્વે મુજબ રાજકોટમાં વર્ષ ૨૦૧૯માં સૌથી વધુ અકસ્માતો થયા. જેમાં અલગ આલગ વિસ્તાર મુજબ પણ સર્વે કરવામાં આવ્યો હતો.
જેમાં વર્ષ ૨૦૧૯નાં જાન્યુઆરી મહિનામાં સૌથી વધુ ૩૫૦ અકસ્માતો થયા હતા. સપ્ટેમ્બર મહિનામાં સૌથી ઓછા ૧૧૧ અકસ્માત થયા હતા. રવિવાર અને ગુરુવારે સૌથી વધુ અકસ્માત થાય છે, જ્યારે મંગળવારે સૌથી ઓછા અકસ્માત નોંધાયા છે. સપ્તાહના અંતમા અકસ્માતનું પ્રમાણ વધુ જાવા મળે છે.
કુલ અકસ્માતનાં ૨૧ ટકા અકસ્માતો સાંજના ૭થી રાત્રીના ૯ વાગ્યા દરમિયાન થાય છે. કામના કલાકોના સમયગાળા દરમિયાન પણ સરેરાશ ૧૫૪ અકસ્માત નોંધાયા હતા. શહેરમાં થયેલા કુલ અકસ્માતનાં ૫૦ ટકા અકસ્માતનો ભોગ ૨૧થી ૪૦ વર્ષની વયનાં યુવકો બન્યા હતા.
૨૦૧૯માં સૌથી વધુ આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૭૦૮ અકસ્માત થયા હતા. જયારે કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૩૩૨, તો બીજી તરફ સૌથી ઓછા પ્ર.નગર પોલીસમથક વિસ્તારમાં બન્યા હતા. જા વિસ્તાર મુજબ અકસ્માતની ટકાવારી જાવા જઈએ તો , ૧૫૦ ફૂટ રિંગ રોડ પર ૧૨ ટકા, ભાવનગર રોડ પર ૧૫ ટકા, ગોંડલ ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડી પર ૧૩ ટકા, ગોંડલ રોડ પર ૮ ટકા, જામનગર રોડ પર ૭ ટકા, કાલાવડ રોડ પર ૬ ટકા, કુવાડવા રોડ પર ૨૦ ટકા, માલિયાસણથી માધાપર ચોકડી પર ૬ ટકા, મોરબી રોડ પર ૯ ટકા, નવા રિંગ રોડ પર ૪ ટકા અકસ્માત નોંધાયા છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!