પરિણીતાને કેટરિંગનું કામ આપવા બોલાવી સામૂહિક દુષ્કર્મ આચરનાર નરાધમો ઝડપાયા

જેતપુર,
જેતપુરની પરિણીતાએ રાજકોટની મહિલા પોલીસ સ્ટેશનમાં પોતાની સાથે સામુહિક દુષ્કર્મની ઘટના ઘટી હોવાની ફરિયાદ નોંધાવી છે. મહિલાએ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં રાજકોટના સામા કાંઠે રહેતા નટુ સોજીત્રા અને તેના બે અજાણ્યા મિત્રો સામે સામુહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પીડિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે થોડા સમય પૂર્વે તેણી એક બસમાં મુસાફરી કરતી હતી. ત્યારે તેનો એક શખ્સ સાથે પરિચય થયો હતો. જેનું નામ પૂછતાં તેને પોતાનું નામ નટુ સોજીત્રા હોવાનું જણાવ્યું હતું. તેમજ પોતે કેટર્સ ના ધંધા સાથે કેટરર્સના ધંધા સાથે જાડાયેલો હોવાનું પણ જણાવ્યું હતું તો સાથે જ મહિલા સાથેની વાતચીતમાં ભવિષ્યમાં કેટરસ અંગે કોઈ કામ હોય તો ફોન કરવા પણ જણાવ્યું હતું.
છેલ્લા કેટલાય સમયથી મહિલાને જેતપુર પંથકમાં કામ ન મળતાં તેને નટુ સોજીત્રા નો સંપર્ક કર્યો હતો જેથી તે રાજકોટ આવી પહોંચી હતી. ત્યારે નટુ સોજીત્રા ગ્રીનલેંડ ચોકડી પાસે એકટીવા લઈ તેને તેડવા આવ્યો હતો.જે બાદ સોજીત્રા મહિલાને એક ફ્લેટમાં લઈ ગયો હતો જ્યાં પહોંચી તેને પોતાના બે મિત્રોને ફોન કર્યો હતો. બાદમાં તેના બે અજાણ્યા મિત્રો પણ ધસી આવ્યા હતા. જે બાદ દરવાજા લોક કરી નટુ સોજીત્રાએ બીભત્સ માંગણી કરી હતી. પરંતુ પ્રતિકાર કરતા ત્રણેય શખ્સોએ મહિલાને માર માર્યો હતો અને બાદમાં તેની સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.