ગોંડલના દેરડી કુંભાજી ગામે શ્રી વિવેકાનંદ વિદ્યાલયના આંગણે “જ્ઞાન ઝલક-૨૦૨૦” નું આયોજન

ગોંડલના દેરડી કુંભાજી ગામે શ્રી વિવેકાનંદ વિદ્યાલયના આંગણે “જ્ઞાન ઝલક-૨૦૨૦” નું આયોજન
Spread the love

ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામે શ્રી વિવેકાનંદ વિદ્યાલય – દેરડી (કું.) ના આંગણે “જ્ઞાન ઝલક-૨૦૨૦” નું તા.૨૯/૦૨/૨૦૨૦ (શનિવાર) થી ૦૨/૦૩/૨૦૨૦ (સોમવાર) સુધી ત્રિ-દિવસીય ભવ્ય આયોજન થયેલ હતું. જેમાં શાળાના નાના-નાના ભૂલકાઓએ અલગ-અલગ ૨૦ વિભાગોમાં જ્ઞાનની ઝલક આપી હતી.દેરડી (કુંભાજી) તથા આસપાસના વિસ્તારમાથી અંદાજીત ૩૫૦૦ લોકોએ આ ભવ્ય આયોજનને નિહાળ્યું હતું અને દેરડી (કુંભાજી) તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારની અંદાજીત ૩૦ જેટલી શાળાઓના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમ નિહાળી જ્ઞાનની ઝલક મેળવી હતી.

જેમાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન,માટીના રમકડાં, વેસ્ટમાંથી બેસ્ટ, મેજીક, પૌરાણિક વસ્તુ, બાલવાટિકા, ધર્મપરિચય, આર્ટ & ક્રાફ્ટ, આનંદ મેળો, વ્યસન મુક્તિ, પપેટ શો, શેડો શો, સેલ્ફી પોઈન્ટ, સ્કૂલ એક્ટિવિટી, 7D ફિલ્મ,ગેમ ઝોન, વાલી જાગૃતિ, ભરતકામ, પૌરાણિક સિક્કાઓ જેમાં ઈ.સ. પૂર્વેના સિક્કાનો પણ સમાવેશ થયો હતો.આ ઉપરાંત ગ્રામ્ય સંસ્કૃતિની ઝલક જેવા જ્ઞાનસભર વિભાગોનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. જે નિહાળી સર્વે મુલાકાતીઓ આનંદિત થયા હતા.

રીપોર્ટર : રસિક વેગડા (મોટીકુકાવાવ)

CollageMaker_20200303_194603381-0.jpg

Rasik Vegada

Rasik

Right Click Disabled!