ભાજપના સિનિયર નેતાઓમાંના એક નેતાને મુખ્યમંત્રીની ખુરશી સાથે થઇ ગયો છે મોહ..!!

રાજયકક્ષાના મંત્રી સમકક્ષ હોદ્દો ધરાવતા ધારાસભ્યએ મુખ્યમંત્રી જેવી જ ખુરશીની માંગ કરતા આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે વિધાનસભાના નિયમો પ્રમાણે દરેક મંત્રી અને સ્ટાફનું બજેટ અને નિયમો નક્કી હોય છે. નિયમ પ્રમાણે ધારાસભ્યને આવી ખુરસી મળી શકે તેમ નથી. ભાજપના સિનિયર નેતાઓમાંના એક નેતાને મુખ્યમંત્રીની ખુરશી સાથે મોહ થઇ ગયો છે.
રાજકારણમાં લોક ચાહના સાથે જ નશીબથી બળિયા લોકોની ચડતી રોકેટ ગતિએ થતી હોય છે પરંતુ ઘણા લોકો પક્ષ સાથે રહેવામાં ચૂંટણી જીતીને ધારાસભ્ય સુધી પહોંચવામાં જિંદગી ખર્ચાઈ જતી હોય છે તો પણ મંત્રી બની શકતા નથી અને આવા નેતાઓને પણ ઈચ્છા હોય છે કે એ સીએમ સમકક્ષ મોભાદાર ખુરશીમાં બેસે અને ધારાસભ્યો અને લોકો ને સાંભળે અને હવે આ ખુરશી ચર્ચાનો મુદ્દો બની છે.
વિધાનસભામાં થતા ફેરફાર કે રીનોવેશન માટે નિયત કરેલા નિયમો મુજબ ફેરફાર કરવાના રહેતા હોય છે. મંત્રીનો જે પ્રમાણેનો હોદ્દો હોય એ મુજબ ઓફિસની સાઈઝ એ ઓફિસમાં ફર્નિચર સહિતની વસ્તુઓ કેવી વસાવવી એ તમામ બાબતને લઈને નિયમો હોય છે અને એ મુજબ જ વસ્તુઓની ખરીદી કરવી અને રીનોવેશનની મંજૂરી મળતી હોય છે પણ રાજ્યકક્ષા નો હોદ્દો ધરાવતા આ નેતાએ મજૂરીથી વધારે રીનોવેશન તો કરવી લીધું હવે સીએમ જેવી ખુરશી ખરીદવા જીદ પકડી હતી.
અધિકારીઓ દ્વારા સમજણ પૂર્વક જણાવવામાં પણ આવ્યું હતું કે એ ખુરશી બજેટ બહાર જાય અને એ ના ખરીદી શકાય.જેથી એ નેતાને લાગી આવતા અથવા તો હોઈ શકે પોતાને સુપર સીએમ સમજતા હોય એ પોતાની રીતે સીએમ જેવી જ ખુરશી ખરીદી કરી લઈ આવ્યા હતા.
હવે એજ ખુરશીમાં બેસીને પોતાની કામગીરી કરી રહ્યા છે.નેતાના આ વર્તનનાં કારણે હરકોઈ અચંબામાં છે અને સરકારમાં અને વિપક્ષમાં પણ આ ખુરશીને લઈને ચર્ચા જોરશોરથી ચાલી રહી છે, એ હકીકત છે કે ઘણા સમયથી મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે… ઘણા નેતાઓ રાહ જોઇને બેઠા છે મંત્રી થવા માટે એમાં નેતા પણ લિસ્ટમાં છે.
આ નેતા 4 થી 5 ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે જેને લઈને નેતાને હવે મંત્રી બનવાની તાલાવેલી છે . હાલમાં ભલે એ નેતા મંત્રી નથી બની શક્યા પરંતુ સીએમ જેવી ખુરશીમાં બેસીને પોતે સુપર સીએમ હોવાનો મનોમન અહેસાસ જરૂર કરી રહ્યા હશે. રાજયકક્ષાના મંત્રી સમકક્ષ હોદ્દો ધરાવતા ધારાસભ્યએ મુખ્યમંત્રી જેવી જ ખુરશીની માંગ કરતા આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે વિધાનસભાના નિયમો પ્રમાણે દરેક મંત્રી અને સ્ટાફનું બજેટ અને નિયમો નક્કી હોય છે. નિયમ પ્રમાણે ધારાસભ્યને આવી ખુરસી મળી શકે તેમ નથી. ભાજપના સિનિયર નેતાઓમાંના એક નેતાને મુખ્યમંત્રીની ખુરશી સાથે મોહ થઇ ગયો છે.
રિપોર્ટ : અલ્પેશ રાઠોડ (અમદાવાદ)