ઉપલેટામા શ્રી વિઠ્ઠલેશ યુવા પરિષદ હોરી રસીયા ફુલફાગની અલૌકીક મનોરથ
રાજકોટ જીલ્લાના ઉપલેટા મા શ્રી વિઠ્ઠલેશ યુવા પરિષદ હોરી રસીયા ફુલફાગનીઅલૌકીક મનોરથ કરવામાં આવેલ. ઉપલેટા મા શ્રી વિઠ્ઠલેશ યુવા પરિષદ દ્વારા પૂ. શ્રી શરદરાયજી તથા પૂ. શ્રી ઉત્સવરાયજી ની પધરામણી. વચનામૃત. અને હોરી રસીયા ફુલફાગ ધમાર ના કિર્તન અને પ્રસાદ ના કાર્યક્રમ મા મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાઈઓ બહેનોએ ઉપસ્થિત રહી જેમાં પૂજ્ય વૈષ્ણવાચાર્યો તથા ઉપલેટા અને જૂનાગઢના નામાંકિત કિર્તનકારો દ્વારા હોરી રસિયાના કિર્તન કરવામાં આવેલ અને વચનામૃત તથા ફૂલફાગ નો અલૌકીક મનોરથ કરવામાં આવેલ જે મોડી રાત્રી સુધી વૈષ્ણવોએ માણેલ.કાર્યક્રમ ને સફળ બનાવવા શ્રી વિઠ્ઠલેશ યુવા પરિષદ ના આગેવાનો સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટ : વિપુલ ધામેચા (ઉપલેટા)