રાજપીપળા દશાખડાયની વાડીમાં બગીચા નોમની અનોખી હોળી

- ફૂલોના સજાવેલ બગીચામાં ભગવાન કૃષ્ણ ગોપીઓ સાથેના સંખ્ય ભાવથી ધ્વજની હોળી ની રમઝટ બોલાવી.
- ભગવાન કૃષ્ણ જાતે બગીચામાં ગોપીઓ સાથે હોળી રમવા આવ્યા હોય તેવા સંખ્ય ભાવથી ફૂલોની અને કુદરતી ઇકોફ્રેન્ડલીના રંગો એકબીજા પર ઉડાડીને હોળી રમાઈ.
- ભગવાન કૃષ્ણનો જુલો બનાવી તેને 10 કિલો ગુલાબ, મોગરો, ગલગોટા,બટ મોગરા જેવાં ફૂલો અનેક વિવિધ પર્ણોથી સજાવ્યા.
- એકબીજા ઉપર 20 કિલો ફૂલો ઉડાડી ફૂલોની હોળી રમાઈ.
રાજપીપળામાં હોળી પર્વએ વૈષ્ણવ સંપ્રદાયની મહિલાઓ દ્વારા બગીચા નોમ ને દિવસે બગીચા નોમ હોળી રમવાનો રિવાજ છે. જેના અનુસંધાને આજે દશા ખડાયતિની વાડીમાં ફૂલોથી સજાવે બગીચામાં ભગવાન કૃષ્ણ ગોપીઓ સાથે સંખ્ય ભાવે વ્રજની હોળી રમતા હોય એ ભાવે રમઝટ બોલાવી હતી.
રાજપીપળામાં હોળી પર્વ એ વૈષ્ણવ સંપ્રદાયના ભાઈ બહેનો દ્વારા બગીચા નોમની અનોખી હોળી ઉજવી હતી. જેમાં ભગવાન કૃષ્ણ જાતે બગીચામાં ગોપીઓ સાથે હોળી રમવા આવ્યા હોય તેવા સખ્યં ભાવથી ફુલોની અને કુદરતી રંગો એકબીજા પર ઉડાડીને હોળી રમાઈ હતી.
આ પ્રસંગે વૈષ્ણવ મહિલા લીનાબેન બક્ષીએ જણાવ્યું હતું કે બગીચા નામના આ દિવસે ભગવાન ગોપીઓ સાથે બગીચામાં હોળી રમવા આવ્યા હતા.
પરંપરા અનુસાર ફૂલો અને રંગોની હોળીની રમઝટ બોલાવી હતી તેમાં રાજપીપળાના વૈષ્ણવ ભેગા મળીને હોળીના વધામણા લઈ રસિયા હોળીના ગાન ગાઈ નાચગાન સાથે ફૂલો ઉડાડી રમઝટ બોલાવી હતી. વ્રજ માં રમાતી રાધાકૃષ્ણની વ્રજની હોળી રમવાની પ્રાચીન પરંપરાને વૈષ્ણવ સંપ્રદાય જાળવીને રાખી છે. હોળીના 40 દિવસ પૂર્વ વૈષ્ણવ સંપ્રદાયની કૃષ્ણ મંદિર શેરીઓમાં કૃષ્ણમય ભક્તો ભક્તિના રંગે રંગાઈને વ્રજની પરંપરાને રાજપીપળા જાળવી રાખી છે. તેમાં પ્રભુ ભક્તિનો રંગ ભેળવી રસિયા નું ગાન કરી હોળીના ફાગને વધાવ્યા હતા.
જેમાં દશા ખાડાયતા વાડીમાં ભગવાન કૃષ્ણનો જુલો બનાવી તેને ગુલાબ, મોગરા, સેવતિ, ગલગોટા, બટ મોગરા જેવા 10 કિલો ફૂલો અને આંબા, આસોપાલવ, કદમના વૃક્ષનાં પાંદડાં થી ઝૂલાને સણગાવવામાં આવ્યા હતા અને ઉપરાંત બીજા 20 કિલો ફૂલો એકબીજા ઉપર ઉડાડી ફૂલોની રંગોળી સજાવી ફૂલથી હોળી રમાઈ હતી. આમ આજની બગીચા નોમની હોળીમાં ફુલફાગ ખેલવા 30 કિલો જેટલા ફૂલો વપરાયા હતા. આ વૈષ્ણવ ભાઈ – બહેનોએ ટ્રેડિશનલ ડ્રેસમાં નાચગાન કરી હોળીની રમઝટ બોલાવી હતી.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા