લખતરના વણા ગામમાંથી હથિયારો ધુસાડવાના રેકેટનો પર્દાફાસ

- લખતર તાલુકાના વણા ગામની સીમમાંથી ગે . કા હથિયારો ધુસાડવાના રેકેટનો પર્દાફાસ કરી કુલ – ૫ ઇસમોને પીસ્તોલ – ૪ , તથા દેશી તમંચા – ૪ તથા જીવતા કારતુસ – ૨ તથા મોબાઇલ સહીત કુલ રૂ . ૧ , ૦૪ , ૨૦૦ / – નો મુદામાલ કબ્જે કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ – સુરેન્દ્રનગર
- દેશી હાથ બનાવટની પીસ્તોલ નંગ – ૪ કિ . રૂ . ૮૦ , ૦૦૦ / – તથા દેશી હાથ બનાવટના તમંચા નંગ – ૪ કિ . રૂ . ૨૦ , ૦૦૦ / તથા કારતુસ નંગ – ૨ કી . રૂ . ૨૦૦ / – તથા મોબાઇલ ફોન – ૫ કી . રૂ . ૪ , ૦૦૦ / – મળી કુલ રૂ . ૧ , ૦૪ , ૨૦૦ / – ના મુદામાલ સાથે હથીયાર ખરીદનાર ત્રણ ઇસમો તથા હથિયાર મધ્યપ્રદેશથી લાવી વેચનાર બે ઇસમો મળી કુલ – ૫ ઇસમો ઝડપાયા
શ્રી સંદીપ સિંહ સાહેબ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વીભાગ રાજકોટ નાઓએ સુરેન્દ્રનગર જીલ્લામાંથી પ્રોહી જુગાર , હથિયાર ધારા હેઠળના વધુમાં વધુ કેશો શોધી કાઢવા અંગે અસરકારક કાર્યવાહી કરી કરાવવા ખાસ સુચના કરવામાં આવેલ જે અંગે મ્હે. પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ નાઓએ જીલ્લામાં અવાર નવાર બનતા ફાયરીંગના બનાવો અટકાવવા માટે ગે – કા હથિયારો રાખનાર ઇસમો શોધી કાઢી , હથિયારધારાના વધુમાં વધુ કેશો કરવા , તેમજ પોલીસ વિભાગ દ્વારા કબ્જે કરવામાં આવતા ગે – કા હથીયારો મોટા ભાગે બહારના રાજયમાંથી આવતા હોય , જેથી આવા રેકેટનો પર્દાફાસ કરવા શ્રી ડી . એમ . ઢોલ સાહેબ પોલીસ ઇન્સ્પેકટર એલ . સી . બી . સુરેન્દ્રનગર નાઓને જરૂરી સુચના માર્ગદર્શન આપેલ.
જે સુચના માર્ગદર્શન મુજબ શ્રી ડી . એમ . ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ . સી . બી . નાઓએ પો . સબ . ઇન્સ . શ્રી વી . આર . જાડેજા સાહેબ તથા એલ . સી બી . શાખાના તમામ કર્મચારીઓને “ બહારના રાજયમાંથી તેમાં પણ ખાસ કરીને મધ્યપ્રદેશ રાજસ્થાન રાજયમાંથી ગુજરાત રાજયમાં ખેત મજુરી કે અન્ય ધંધાર્થે ગુજરાત રાજયમાં આવતા અમુક અસામાજીક તત્વો દ્વારા ગેરકાયદેસરના હથિયારો ગુજરાત રાજયમાં ધુસાડવા અંગેનું સુવ્યવસ્થિત રેકેટ ચલાવવામાં આવતું હોય જે રેકેટ શોધી કાઢવા તેમજ રેકેટમાં સંડોવાયેલ તમામ આરોપીઓને ગે – કા હથિયારો સાથે ઝડપી પાડવા સારૂ સાથે રહી . જરૂરી સુચના / માર્ગદર્શન આપેલ .
જે સબબ જરૂરી વર્કઆઉટ કરી શ્રી ડી . એમ . ઢોલ પોલીસ ઇન્સ્પેકટર તથા શ્રી વી . આર . જાડેજા પો . સબ . ઇન્સ . તથા એલ . સી . બી . ટીમ દ્વારા સુરેન્દ્રનગર જીલ્લાના લખતર તથા પાટડી તાલુકા વિસ્તારમાં કોમ્બીંગ હાથ ધરવામાં આવેલ . જે કોમ્બીગ દરમ્યાન એલ . સી . બી . ટીમને મળેલ ચોકકસ હકીકત આધારે વણા – મોઢવાણા ગામના સીમાડે આવેલ ગેલાહરી નામે ઓળખાતી તલાવડી પાસે આવેલ બહુચર માતાજીના મંદીર પાસેથી
( ૧ ) આરોપી – મુસ્તુફાખાન રહીમખાન જતમલેક રહે . ઝેઝરી તા . પાટડી વાળો પોતાના કજા ભોગવટામાં દેશી હાથ બનાવટની પીસ્તોલ કી. રૂા. ૨૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ – ૧ કી. રૂા.૫૦૦/- મળી કુલ રૂા. ૨૦,૫૦૦/- ના મુદામાલ સાથે તથા
( ૨ ) આરોપી – પોપટ ઉર્ફે શકિત લાલજીભાઇ પચાળા રહે . વણા તા . લખતર વાળાએ પોતાના કબજા ભોગવટામાં દેશી હાથ બનાવટનો તમંચો કી. રૂ. ૫૦૦૦ / – તથા મોબાઇલ ફોન નંગ – ૧ કી. રૂા. ૫૦૦/- મળી કુલ રૂ. ૨૦,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી મજકુર બંને આરોપીઓની સદર હથીયારો બાબતે પુછતા સદર હથિયાર આરોપી દરબાન રાયસીંગભાઇ અવાસીયા રહે . બઇડીયા તા . સોંઠવા જી . અલીરાજપુર રાજય મધ્યપ્રદેશ હાલ રહે . વણા ગામની સીમ પ્રકાશભાઇ પટેલની વાડી તા. લખતર વાળાએ વેચાણથી આપેલ હોવાની કબુલાત આપેલ .
જે અંતર્ગત પુછપરછ દરમ્યાન મળેલ હકીકત આધારે આરોપી દરબાન રાયસીંગભાઇ અવાસીયા રહે . બઇડીયા તા . સોંઠવા જી . અલીરાજપુર રાજય – મધ્યપ્રદેશ હાલ રહે . વણા ગામની સીમ પ્રકાશભાઇ પટેલની વાડી તા . લખતર વાળાની વણા ગામની સીમમાં પ્રકાશભાઇ પ્રભુભાઇ પટેલની વાડીએથી એલ . સી . બી . ટીમ દ્વારા પુરતી તૈયારી સાથે છાપો મારતા આરોપી
( ૩ ) આરોપી – દરબાન રાયસીંગભાઇ અવાસીયા જાતે . આદીવાળી ઉવ . ૨૧ ધંધો ખેતી રહે . બઇડીયા તા . સોંડવા જી . અલીરાજપુર રાજય – મધ્યપ્રદેશ હાલ રહે . વણા ગામની સીમ પ્રકાશભાઇ પ્રભુભાઇ પટેલની વાડી તા . લખતર વાળાને ગેકા પાસ પરવાના વગર પોતાના કબજા ભોગવટામાં એક દેશી હાથ બનાવટનો બાર બોર સીંગલ બેરલનો તમંચો નંગ – ૧ કિ . રૂ . ૫ , ૦૦૦ / – તથા એક સિલ્વર કલરની લોખંડની દેશી હાથ બનાવટની જુની પીસ્તોલ કી . રૂ . ૨૦ , ૦૦૦ / – તથા એક કાળા કલરની લોખંડની દેશી હાથ બનાવટની જુની પીસ્તોલ કી . રૂ . ૨૦ , ૦૦૦ / – તથા આશરે એક ઇંચ લંબાઇના પીતળના KF 7.65 લખેલ કારતુસ નંગ – ર કિ . રૂ . ૨૦૦ / – તથા એક વીવો કંપનીનો મોબાઇલ ફોન કિ . રૂ . ૨ , ૦૦૦ / – મળી કુલ રૂ . ૪૭ , ૨૦૦ / – નો મુદામાલ કબજે કરવામાં આવેલ
બાદ મજકુર ઇસમની પુછપરછ કરતા આજથી દશ બાર દીવસ પહેલા મે મુસ્તુફાખાન રહીમખાન જત મલેક રહે . ઝેઝરી તા . પાટડી વાળાને એક દેશી હાથ બનાવટની પીસ્તોલ રૂ . ૩૦ , ૦૦૦ / – માં તથા પોપટ ઉર્ફે શકિત લાલજીભાઇ કોળી રહે . વણા તા . લખતર વાળાને એક દેશી હાથ બનાવટનો સીંગલ બેરલ તમેચો કિ . રૂ . ૧૦ , ૦૦૦ / – માં બંનેને એકસાથે વેચેલ એમ હકીકત જણાવેલ , જેથી મજકુર ઇસમને તેની પાસે બીજા કોઇ હથીયાર છે કે કેમ ? તે બાબતે પુછતા પ્રથમ તો પોતાની પાસે બીજા કોઇ હથિયાર નથી એમ જણાવેલ પરંતુ મજકુર ઇસમની સધન પુછપરછ કરતા મે મારા મામા કુવરસિંહ ઉર્ફે ગોરધન S / o સુનરીયાભાઇ ધનાભાઇ ચંગુર ( ચૌહાણ ) જાતે . આદીવાસી રહે . બીલઝરી તા . સિલૌતા જી . અલીરાજપુર મધ્યપ્રદેશ હાલ રહે . વણા ગામની સીમ , વણા સરપંચ વાસુભાઇ પટેલની વાડીએ વાળા પાસેથી દેશી હાથ બનાવટની પીસ્તોલ નંગ – ૩ તથા તેના કારતુસ નંગ – ર તથા દેશી હાથ બનાવટના સીંગલ બેરલ તમંચા નંગ – ર જેમાં પીસ્તોલ રૂ . ૧૫ , ૦૦૦ / – ના ભાવે તથા તમંચો રૂ . ૫ , ૦૦૦ / – ના ભાવે વેચાતા લીઘેલ હતા તે વખતે મારા મામા પાસે બીજા પણ બે – ત્રણ હથિયાર હોવાનું મે જોયેલ છે . એમ હકીકત જણાવેલ
જેથી મજકુર ઇસમને સાથે રાખી તેના મામા કુવરસિંહ ઉર્ફે ગોરધન જે કે વણા ગામની સીમમાં સરપંચ વાસુભાઇ પટેલની વાડીએ રહેતો હોય ત્યા એલ . સી . બી . ટીમ દ્વારા છાપો મારતા તે ઓરડીએથી કુલ – ર ઇસમો મળી આવતા જે પૈકી
(૪) આરોપી ડુમાભાઇ S / o કેમતાભાઇ પુનીયાભાઇ ભયડીયા જાતે . આદીવાળી ઉવ . ૨૧ ધંધો ખેતી રહે . ભયડી ફળીયા , ગામ બીલઝરી તા . સિલોતા જી . અલીરાજપુર મધ્યપ્રદેશ હાલ રહે . અણીન્દ્રા ગામની સીમમાં , વિરૂભા દરબારની વાડીએ તા . લખતર વાળો પોતાના કજા ભોગવટામાં એક દેશી હાથ બનાવટનો બાર બોર સીંગલ બેરલનો તમંચો કી . રૂ . ૫ , ૦૦૦ / – ગણી કબજે કરેલ તેમજ
(૫) કુવરસિંહ ઉર્ફે ગોરધન S / o સુનરીયાભાઇ ધનાભાઇ ચંગુર ( ચૌહાણ ) જાતે . આદીવાસી ઉવ . ૩૨ ધંધો ખેતી રહે . બીલઝરી તા . સિલૌતા જી . અલીરાજપુર મધ્યપ્રદેશ હાલ રહે . વણા ગામની સીમ , વણા સરપંચ વાસુભાઇ ગોવિંદભાઇ પટેલની અંદર વાડીએ વાળો પોતાના કજા ભોગવટામાં એક દેશી હાથ બનાવટનો કાળા કલરનો બાર બોર સીંગલ બેરલનો લોખંડનો તમેચો કિ . રૂ . ૫૦૦૦ / – તથા એક સિલ્વર કલરની લોખંડની દેશી હાથ બનાવટની જુની પીસ્તોલ કી . રૂ . ૨૦ , ૦૦૦ / – તથા મોબાઇલ ફોન – ૨ કિ . રૂ . ૧ , ૦૦૦ / – મળી કુલ રૂ . ૨૬ , ૦૦૦ / – ના મુદામાલ સાથે મળી કબ્જે કરવામાં આવેલ ,
બાદ મજકુર ઇસમની સદર હથીયારો બાબતે પુછપરછ કરતા આજથી પંદરેક દિવસ પહેલા મારા વતનમાં ગામડે ગયેલ ત્યારે ગોવિંદ ઉર્ફે કાલુ આદીવાસી રહે . બીલઝરી તા . સિલોતા જી . અલીરાજપુર એમ . પી . મો . ને ૯૧૧૧૨૭ર૭૦૫ વાળા પાસેથી કુલ – ૮ હથિયારો જેમાં કુલ – ૪ પીસ્તોલ રૂ . ૧૪ , ૦૦૦ / – માં એક નંગ તથા કુલ – ૪ તમંચા રૂ . ૪ , ૦૦૦ / – માં એક નંગ ના ભાવે લીધેલ હતા . ત્યાંથી કપડાના થેલામાં ભરી લકઝરી બસ મારફતે હું અહી વાડીએ આવેલ તેમાંથી મે તમંચા નંગ – ૨ રૂ . ૧૦ , ૦૦૦ / – માં તથા પીસ્તોલ નંગ – ૩ રૂ . ૬૦ , ૦૦૦ / – માં મારા ભાણા દરબાન રાયસીંગભાઇ અવાસીયાને વેચેલ તથા એક દેશી હાથ બનાવટનો તમંચો મારા સાળા ડુમાભાઇ કેમતાભાઇ ભયડીયાને રૂ . ૫ , ૦૦૦ / – માં વેચેલ . તેમજ આ સિવાય મારી પાસે એક તમંચો તથા એક પીસ્તોલ હતી તે મેં કાઢી આપેલ છે એમ હકીકત જણાવતા તમામ મુદામાલ કબજે કરી મજકુર પાંચેય આરોપીઓ વિરૂધ્ધ લખતર પોલીસ સ્ટેશનમાં હથિયારા ધારા મુજબ અલગ અલગ ગુન્હાઓ રજી . કરાવવા કાર્યવાહી કરવામાં આવેલ છે .
આ કામના આરોપીઓએ આ સિવાય અન્ય કેટલા હથિયારો ગુજરાત રાજયમાં ધુસાડેલ છે ? કોને કોને વેચેલ છે ? સદર હથિયારો કોણ બનાવે છે કયાથી બનાવે છે ? સદર રેકેટ સુચારૂ વ્યવસ્થિત કેવી રીતે ચાલે છે ? કોણ કોણ ઇસમો સંડોવાયેલ છે ? વિગેરે બાબતે ચોકકસ હકીકત મેળવી ગે – કા હથીયારો ગુજરાત રાજયમાં ધુસાડવા અંગેનો રેકેટનો પર્દાફાસ કરવા અંગે આગળની કાર્યવાહી ચાલુમા છે
રેડીંગ પાર્ટી . એલ . સી . બી . પો . ઇન્સ . શ્રી ડી . એમ . ઢોલ તથા પો . સબ . ઇન્સ . શ્રી વી . આર . જાડેજા તથા એ . એસ . આઇ . વાજસુરભા લાભુભા તથા નરેન્દ્રસિંહ દિલાવરસિંહ તથા રૂતુરાજસિંહ નારસંગભા તથા નારાયણભાઈ દેવજીભાઇ તથા પો . હેડ . કોન્સ . નીકુલસિંહ ભુપતસિંહ તથા હીતેષભાઇ જેસીંગભાઇ તથા જુવાનસિંહ મનુભા તથા અમરકુમાર કનુભા તથા પો . કોન્સ . અજયસિંહ વિજયસિંહ તથા જયેન્દ્રસિંહ જેઠીભા તથા દીલીપભાઇ ભુપતભાઇ તથા કુલદીપસિંહ હરપાલસિંહ તથા સંજયભાઇ પ્રવીણભાઇ નિર્મળસિંહ મંગળસિંહ તથા સંજયસિંહ ઘનશ્યામસિંહ તથા અશ્વિનભાઇ ઠોરણભાઇ તથા અનિરુધ્ધસિંહ અભેસંગભા તથા કલ્પેશભાઇ જેરામભાઇ તથા ચમનભાઇ જશરાજભાઇ તથા ગોવિંદભાઇ આલાભાઇ એ રીતેની ટીમ દ્વારા કુલ – ૫ આરોપીઓને ગે – કા હથિયારો નંગ – ૮ સાથે શોધી કાઢેલ છે.
રિપોર્ટ : દિપકસિંહ વાઘેલા (સુરેન્દ્રનગર)