જેતપુર સીટી તેમજ તાલુકા મા દેશી દારૂ તેમજ સાધનો પકડી પાડતી લોકલ એલસીબી

રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ નાઓએ ડીજીપી સાહેબ નાઓ દ્વારા રાખવામાં આવેલ દ્રાઇવ દરમ્યાન અશરકારક કામગીરી કરી જિલ્લા મા વધુ પ્રોહી જુગાર ના કેસ શોધી કાઢવા સૂચના હોઈ જે અન્વયે એલસીબી રાજકોટ ગ્રામ્ય ના પીઆઇ એમ એન રાણા સાહેબ ના સીધા માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફ ના માણસો કામગીરી અંગે પેટ્રોલિંગ મા હતા તે દરમ્યાન જેતપુર સીટી તથા તાલુકા વિસ્તાર માથી અલગ અલગ જગ્યાએ થી દેશી દારૂ ના વેચાણ કરતા
- અજય સવજી ભાઈ પરમાર રહે આઈટીઆઈ કોલેજ પાછળ જૂનાગઢ
- સવિતા બેન જગમાલ ભાઈ કાનાણી રહે જેતપુર. ધોરાજી
- કિરણ બેન દેવાભાઇ રવજી ભાઈ વાઘેલા રહે જેતપુર નવાગઢ કેનાલ પાસે
- બહાદુર ધનાભાઇ વડદોરીયા રહે જેતપુર દેરડી ધાર ઝૂંપડા માં
- કઁચન બેનઆંબા ભાઈ કારતણીયા રહે જેતપુર સરદાર ચોક કેનાલ કાંઠે ઝૂંપડા માં
- તેજલ બેન દિનેશ ભાઈ ચારોલા રહે જેતપુર દેરડી રોડ
- અજય પોપટ ભાઈ સોંલકી રહે જેતપુર ફૂલવાડી ઢોરો
એમ કુલ સાત અલગ અલગ જગ્યાએ રેડ કરી કુલ 17240 ના મુદામાલ સાથે પકડી આરોપીઓ વિરુદ્દ કાયદેસર ની કાર્યવાહી કરેલ આ સમગ્ર કામગીરી મા રાજકોટ એલસીબી પીઆઇ એમ એન રાણા. તથા સંજય ભાઈ પરમાર. શક્તિસિંહ જાડેજા. નારણ ભાઈ પંપાણીયા. દિવ્યેશભાઈ સુવા. નિલેશ ભાઈ ડાંગર. કૌશિક ભાઈ જોષી મેહુલભાઈ બારોટ કામગીરી બજાવેલ
હરેશ ભાલીયા (જેતપુર)