બાઇક સ્લીપ ખાઈ જતા ઘટના સ્થળે જ વિદ્યાર્થીનું મોત
માંગરોળ,
રાજ્યના નર્મદા જિલ્લામાં ધોરણ ૧૦ની પરીક્ષાના પહેલા દિવસે બે ઘટનાઓ સામે આવી છે. નર્મદાના ભદામ ગામના ધોરણ ૧માં ભણતા ૨ વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો હતો. જેમાં એકનું ઘટના સ્થળે મોત અને બીજા વિદ્યાર્થીને સારવાર હેઠળ રાજપીપલા સિવિલ હોÂસ્પટલ ખાતે ખસેડાયો હતો. આ ઘટનામાં ભોગ બનનાર વિદ્યાર્થીને સિવિલ હોÂસ્પટલ ખાતે પીએમ માટે લવાયો હતો.
આ ઘટનામાં જે બે વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો હતો તેમાં ભદામથી માંગરોળ જતા ગુવાર ગામ પાસે બાઇક સ્લીપ ખાઈ જતા ઘટના સ્થળે જ વિદ્યાર્થીનું મોત થયું છે. આ બન્ને વિદ્યાર્થીઓનો માંગરોળ સ્કૂલમાં નમ્બર આવ્યો હતો.
જ્યારે અન્ય એક ઘટનાની વાત કરીએ તો તે પણ નર્મદાની જ છે. નર્મદામાં ધોરણ-૧૦ની પરીક્ષા શરૂ થયાના કલાકોમાં જ એક વિદ્યાર્થીને માનસિક તણાવ અને પરીક્ષાના ડરથી ધોરણ ચક્કર આવ્યા હોવાની ઘટના બની છે. આ ઘટનામાં પણ સામે આવી રÌšં છે કે, બોર્ડની પરીક્ષા અગાઉ પણ વિદ્યાર્થીને ચક્કર આવ્યા હોવાની વાત સામે આવી છે. આ વિદ્યાર્થીને પણ રાજપીપળા હોÂસ્પટલમાં ખસેડાયો છે.
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, નર્મદા જિલ્લાના ગાડીત ગામનો ધોરણ૧૦ નો વિદ્યાર્થી અચાનક બીમાર પડ્યો છે. રાજ મોવાસી વસાવા નામનો વિદ્યાર્થી અચાનક બીમાર પડ્યો છે, જે પોતાના ઘરેથી ૮.૩૦ કલાકે પરીક્ષા આપવા આવ્યો હતો. પરંતુ પરીક્ષા શરૂ થયાના થોડાક જ કલાકોમાં તેને ચક્કર આવી પડી જતા રાજપીપલા સિવિલ હોÂસ્પટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.