૨૦૨૦માં રાજ્યનાં મુખ્ય સચિવ અને પોલીસ વડા સહિત 24 IAS-IPS ઓફિસરો નિવૃત થશે

Spread the love

ગાંધીનગર,
૨૦૨૦ના વર્ષમાં ગુજરાત સરકારના ૧૯ સિનિયર આઈએએસ ઓફિસરો નિવૃત થઈ રહ્યાં છે. જેમાં રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમ પણ એપ્રિલમાં નિવૃત્તિ આવી રહી છે. એપ્રિલ મહિનામાં રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા પણ રિટાયર્ડ થઈ રહ્યા છે.
૨૦૨૦ના વર્ષમાં નિવૃત્ત થઈ રહેલા સિનિયર ઓફિસરમાં એપ્રિલમાં અરવિંદ અગ્રવાલ અને અતનુ ચક્રવર્તી, મે મહિનામાં કે. ડી. કાપડિયા, જૂન મહિનામાં સી આર ખરસણ, એસ. એમ. ખતાના, સી. એમ. પાડળીયા, જુલાઈમાં એમ. એસ. પટેલ, પુનમચંદ પરમાર, પી. એલ. સોલંકી, ઓગસ્ટમાં અનિલ મુકિમ, સપ્ટેમ્બરમાં પી. ડી. વાઘેલા, જે. આર. ડોડીયા, એમ. આર. કોઠારી, આર બી. રાજ્યગુરુ, ઓક્ટોબરમાં સંગીતા સિંઘ, એ. જે. શાહ, એસ એમ. પટેલ તથા નવેમ્બરમાં અનુરાધા મલ અને ડિસેમ્બરમાં સી. જે. પટેલ.નો સમાવેશ થાય છે.
૫ સિનિયર આઈપીએસ ઓફિસર પણ નિવૃત થઈ રહ્યા છે. જેમાં એપ્રિલ મહિનામાં રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા પણ રિટાયર્ડ થઈ રહ્યા છે. તેમની સાથે ૨૦૨૦માં મે મહિનામાં એ. કે. સુરોલીયા, જૂન મહિનામાં ડી. બી. વાઘેલા અને ડી. એન. પટેલ ઓક્ટોબરમાં કમલકુમાર ઓઝાનો સમાવેશ થાય છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!