કોરોના વાયરસની બીમારી સામે સરકાર સતર્ક, દવાઓ અને સારવારની સુવિધાઓ સાથે સજ્જ
- લોકો ફીવર હેલ્પ લાઇન ૧૦૪ની પણ મદદ લઈ શકે છે
અમદાવાદ,
વિશ્વમાં ફેલાઇ રહેલા કોરોના વાયરસમાંથી ગુજરાત બાકાત છે. ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, ગુજરાતમાં કોરોના વાયરસની બીમારી સામે રાજ્ય સરકાર સંપૂર્ણ સતર્ક અને પૂરતી દવાઓ તેમજ સારવારની સુવિધાઓ સાથે સજ્જ છે. રાજ્યના મુખ્ય સચિવે પણ તમામ જિલ્લા કલેક્ટરોને કોરોના વાયરસ અંગે તકેદારી રાખવા અને આરોગ્યની ખાસ ટીમ બનાવવા માટે સૂચના આપી છે.
મુખ્યમંત્રીએ કÌšં કે, રાજ્યમાં કોરોના વાયરસનો કોઈ જ પોઝિટિવ કેસ નોંધાયો નથી. તેમ છતાં સરકારે આ રોગના કોઈ પણ સંભવિત દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડની વ્યવસ્થાઓ કરેલી છે.
અમદાવાદ અને સુરતમાં Âસ્ક્રનિંગ પણ કરવામાં આવે છે. રાજ્યના નાગરિકોને આ કોરોના વાયરસ સામે તકેદારી રાખવાનો અનુરોધ કરતા કÌšં કે, સૌ નાગરિકો રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આ વાયરસ સામે સાવચેતી અંગે આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે એટલું જ નહિ બીમારી કે અસ્વસ્થતા જણાય તો તુરતજ સારવાર કરાવી લે અને રાજ્ય સરકારની ફીવર હેલ્પ લાઇન ૧૦૪ની પણ મદદ લઈ શકે છે. કોરોના વાયરસ રાજ્યમાં ફેલાય નહિ તે માટે આરોગ્ય વિભાગ પૂરતી દવાઓ અને અન્ય જરૂરી સુવિધાઓ સાથે સતત સતર્ક છે.