વિધાનસભામાં ખુલાસો : અમદાવાદ ગ્રામ્યમાં ૭૯૧૯ અને શહેરમાં ૨૪૦૬૦ કુપોષિત બાળકો
ગાંધીનગર,
હાલ વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રÌšં છે. ત્યારે વિધાનસભામાં અમદાવાદ જિલ્લાના અને શહેરના કુપોષિત બાળકોનો મુદ્દો ઉછળ્યો હતો. જેમાં જિલ્લા અને શહેરના કુપોષિત બાળકોના આંકડાઓ આવ્યા હતા. શહેરમાં ૨૪૦૬૦ અને અમદાવાદ ગ્રામ્યમાં ૭૯૧૯ કુપોષિત બાળકો હોવાનું સામે આવ્યું હતું.
શહેરમાં છેલ્લા એક વર્ષમાં ઓછા વજનવાળા બાળકોની સંખ્યામાં ૭૮૦૭ અને અતિ ઓછા વજનવાળા બાળકોની સંખ્યામાં ૧૭૨૧ બાળકોનો વધારો થયો હોવાનું સામે આવ્યું છે. જ્યારે જિલ્લામાં ૩૯૩૭ ઓછા વજનવાળા બાળકો અને અતિ ઓછા વજનવાળા બાળકોની સંખ્યામાં ૧૫૬૯નો વધારો થયો હોવાનું સામે આવ્યું છે.
અગાઉ રાજ્યભરના આંકડા સામે આવ્યા હતા કોંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા પ્રશ્નના જવાબમાં મહિલા અને બાળ કલ્યાણમંત્રીએ જણાવ્યું કે, ૯ જુલાઈ ૨૦૧૯ના રોજ રાજ્યમાં ૧ લાખ ૪૨ હજાર ૧૪૨ કુપોષિત બાળકો હતા. જે ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ ૩ લાખ ૮૩ હજાર થયા છે. આમ છેલ્લા ૬ મહિનામાં જ કુપોષિત બાળકોની સંખ્યામાં ૨ લાખ ૪૧ હજાર ૬૯૮નો વધારો થયો છે. તેમાં પણ જુલાઈ ૨૦૧૯માં બનાસકાંઠામાં ૬૦૭૧ કુપોષિત બાળકો હતા. જેમાં છેલ્લા છ મહિનામાં ૨૨,૧૯૪ કુપોષિત બાળકોનો વધારો થયો છે અને કુપોષિત બાળકોની સંખ્યા ૨૮,૨૬૫ પર પહોંચી છે.