રાજ્યસભામાં ક્રોસ વોટિંગનો ભય…કાંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્યો પર વોચ
ગાંધીનગર,
ગુજરાતમાં રાજ્યસભાની ૪ બેઠકો માટે ૨૬ માર્ચે યોજાનારી ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાની હિલચાલ શરૂ કરી છે. સાથે જ ભાજપના ધારાસભ્યો પર પણ વોચ રાખવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આઈબીને કામગીરી સોંપી હોવાનું જાણવા મળે છે. ગુજરાતમાં રાજ્યસભાની ૪ બેઠકોની ચૂંટણીમાં એક બેઠક માટે ભારે કશ્મકશ જામે અને ભાજપના હાથમાંથી એક બેઠક કાંગ્રેસ છીનવી ના જાય તે માટે ભાજપે પ્રયાસો શરૂ કર્યા છે. તો બીજી બાજુ ગુજરાતની વર્તમાન રાજકીય પરિÂસ્થતિમાં ભાજપના ધારાસભ્યો, ખાસ કરીને કાંગ્રેસમાંથી આવેલા પાછા જતા ના રહે તે માટે આવા કેટલાક ચોક્કસ ધારાસભ્યો પાછળ આઈબીની વોચ ગોઠવવામાં આવી હોવાનું જાણવા મળે છે.
ગુજરાતમાં રાજ્યસભાની ૪ બેઠકોની ૨૬ માર્ચના રોજ યોજાનારી ચૂંટણી માટે ના ઉમેદવારો નક્કી કરવા ભાજપ અને કાંગ્રેસે પ્રક્રિયા શરૂ કરી છે. બીજેપીના ત્રણ સાંસદ પી શંભુ ટુÂન્ડયા, લાલસિંહ વડોદિયા અને ચુનિભાઈ ગોહેલ જ્યારે કોંગ્રેસના મધુ સુંદન મિસ્ત્રી નિવૃત થઈ રહ્યા છે. જેમાં મધુસુદન મિસ્ત્રીને ફરીથી રાજ્યસભાના સભ્ય બનાવવામાં આવે એવી શક્્યતા છે. પણ ભાજપના ૩ સાંસદોમાંથી એક પણને ફરીથી સાંસદ નહીં બનાવાય.
ધારાસભ્યોના સંખ્યાબળની દ્રÂષ્ટએ ભાજપના બે ઉમેદવાર જીતશે પણ ત્રીજા ઉમેદવાર જીતે તેમ નથી. તેથી અમિત શાહ કરોડોના ખર્ચ પક્ષાંતર કરાવવા માટે ભૂગર્ભ તૈયારી કરી ચૂક્્યા છે. તેમાં તેઓ સફળ પણ થયા છે. કારણ કે કોંગ્રેસની બીજી બેઠક માટે કોંગ્રેસના શÂક્તસિંહ ગોહીલ દાવો કરી રહ્યાં છે, પણ તેમની સામે પક્ષમાં એટલો જ વિરોધ હોવાથી તેમને ટિકિટ આપવામાં કદાચ નહીં આવે. ગુજરાતમાં સક્રિય રહેતાં હોય એવા નેતાની પસંદગીમાં બન્ને બેઠક માટે નવા જ ઉમેદરાવો આવવાની શક્્યતા છે.