રાજકોટ કેસુડો ખીલી ઉઠ્યો

ફુલ ગુલાબી ઠંડીની મોસમ પૂર્ણ થતાં જ રંગોનો તહેવાર હોળી હવે નજીક આવી રહી છે. હોળી નજીક આવતાની સાથે જ વનરાય ફુલોના મહારાજા કેસૂડા સોળે કળાએ ખીલી ઉઠે છે. રાજકોટ જિલ્લામાં પ્રદ્યુમ્ન ઝુ પાર્કમાં કેસૂડાએ ભારે આકર્ષણ જમાવ્યું છે. ત્યારે આજની ગ્લોબલ વોર્મિંગ જેવી સ્થિતિ અને કેમિકલના યુગમાં કુદરતી વનસ્પતિઓના રંગોથી ભલે લોકો ધૂળેટી રમતા નહીં હોય, પરંતુ હોળી-ધૂળેટીમાં કેસૂડો અવશ્ય યાદ આવ્યા વગર રહે જ નહીં.
વનની વાટે તે વ્હાલા એક ફૂલ દીઠું લોલ,
એકલ હો ડાળ, એક એકલડું મીઠું લોલ,
મેં તો દીઠું દીઠું ને મન મોહ્યું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.
કેસૂડો_મન_મોહીયો