માઉન્ટ આબુના વાતાવરણમા બદલાવ આવ્યો, આખુ આબુ ગાઢ ધુમસ્સમા ફેરવાયું

માઉન્ટ આબુના વાતાવરણમા બદલાવ આવ્યો, આખુ આબુ ગાઢ ધુમસ્સમા ફેરવાયું
Spread the love

ગુજરાત પાસે આવેલા રાજસ્થાન ના લોકપ્રિય હિલ સ્ટેશન માઉન્ટ આબુ ઊંચાઈ પર પર્વતની ગોદમા આવેલું છે, વધુ મા આ વિસ્તાર અરાવલી પહાડી પર વસેલો છે, ગઈ કાલે રાત્રે થયેલા વરસાદથી આખા આબુમા ઠંડક પ્રસરી હતી, તો બીજી તરફ આજે વહેલી સવારથી જ વાતાવરણ વરસાદી બન્યું છે. ગુરૂવારથી માઉન્ટ આબુના વાતાવરણમા બદલાવ જોવા મળ્યો હતો. આજે નક્કી તળાવ થી લઇ આબુના વિવિધ વિસ્તારો અચલગઢ, દેલવાડા, ઓરીયા, ગુરુ શિખર, સનસેટ પોઇન્ટ સહીતના વિસ્તારોમા ગાઢ ધુમ્મસ વાળું વાતાવરણ જોવા મળ્યું હતુ. ગઈકાલે સાંજે માઉન્ટ આબુમાં વરસાદ આવવાથી અહીંનો પારો ગગડ્યો હતો. માઉન્ટ આબુમાં હાલમાં આજે સવારે પણ ભારે પવન ફૂંકાયો હતો. ધુમ્મસ વાળા વાતાવરણને લઇ ને વાહન ચાલકોને પણ વાહન ચલાવવા માટે ભારે પરેશાની થઇ હતી.

હાલમા આબુનું તાપમાન ગગડ્યું છે સાથે ગાઢ ધુમ્મસવાળા વાતાવરણ ને લઈને લોકોને થઈ રહ્યો છે. ઠંડીનો અને શિયાળાનો અહેસાસ, નક્કી તળાવ પાસે આજે સવારે ભારે ધુમ્મસ વાળા વાતાવરણની અસર જોવા મળી હતી. આજે માઉન્ટ આબુમા હાલ જીરો વિજીબિલિટી નોંધાઈ હતી. આજે નક્કી તળાવ પાસે સહેલાણીઓ આવી ને ઠંડી નો નજારો માણી રહ્યા હતા. આજે વહેલી સવારે નક્કી તળાવ આસપાસ વાતાવરણ મા ભારે ઠંડક જોવા મળતા લોકો શરદીની મજા માણતા હતા. આજે નક્કી તળાવમા હાલ બોટિંગ કરતા સહેલાણીઓની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો આજે પણ વરસાદ આવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. કમોસમી વરસાદથી જગતના તાત ખેડૂતોની ખેતીમા ભારે નુકશાન થયુ છે.

IMG-20200306-WA0032-0.jpg

Amit Patel

Amit

Right Click Disabled!