કુવાડવા-મોરબી રોડ પર રતનપર ગામ પાસેથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી રાજકોટ SOG

- રાજકોટ શહેર કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોરબી રોડ પર રતનપર ગામ પાસેથી આઇસર ગાડી સાથે કિં.રૂ.૯.૮૭.૪૦૦/- નો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી રાજકોટ શહેર એસ.ઓ.જી બ્રાન્ચ
રાજકોટ શહેર એસ.ઓ.જી. પી.એસ.આઈ એ.એસ.સોનારા અને ડી.સી.બી. ના પો.હેડ.કો.અનિલસોનારા તથા સમરીશેખ અને પો.કો હરદેવસિંહ રાણાને પેટ્રોલિંગ દરમ્યાન મળેલ હકીકતના આધારે મળેલ બાતમી પરથી મોરબી રોડ રતનપર ગામ થી આગળ રામચરિત મંદિર પાસે રોડ ઉપરથી ભારતીય બનાવટ નો વિદેશી દારૂ કિં.રૂ.૯.૮૭.૪૦૦/- તથા એક ઈસમને આઇસર સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.
પકડાયેલ આરોપી
નંદન દિલીપ પાસવાન
રિપોર્ટ : જાદવ વિજય