ગુજરાત એસ.ટી. નિગમ ખાનગી કંપનીને વેચી દેવું પડે તેવી નોબત આવી…!

ગુજરાત એસ.ટી. નિગમ ખાનગી કંપનીને વેચી દેવું પડે તેવી નોબત આવી…!
Spread the love

ભારત સરકારની સિવિલ એવિયેશન કંપની એરઇન્ડિયા જેવી હાલત ગુજરાત એસટી નિગમની થઇ રહી છે. એસટી નિગમ પાસે બસોના સંચાલન અને કર્મચારીઓના પગાર કરવા માટે રૂપિયા નથી. એસટી નિગમ એટલી બઘી ખોટ કરે છે કે સરકારને ચૂકવવાના રૂપિયા પણ આપી શકતી નથી. રાજ્યની એસટી બસોનું ખાનગીકરણ થાય તે દિશામાં ગુજરાત સરકાર આગળ વધી રહી છે.

એસટી નિગમ પાસેથી રાજ્ય સરકારને 3326.12 કરોડ રૂપિયાની રકમ લેવાની નિકળે છે પરંતુ નિગમ આ રૂપિયા ચૂકવી શકતી નથી. આ રકમમાં લોનની રકમ 3146.07 કરોડ રૂપિયા છે. એટલું જ નહીં એસટી નિગમ પેસેન્જર ટેક્સની બાકી 157.30 કરોડની રકમ ચૂકવી શકતું નથી. મોટર વ્હિકલ ટેક્સની 22.75 કરોડની રકમ પણ બાકી છે.

એસટી નિગમે છેલ્લા બે વર્ષમાં સરકારને 52.81 કરોડની લોન ભરપાઇ કરી આપી છે જ્યારે પેસેન્જર ટેક્સની બાકી રકમ પૈકી માત્ર 174.33 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. મોટાભાગની બાકી રકમ એસટી નિગમ ચૂકવી શકતું નથી. જો કે સામે પક્ષે એસટી નિગમ સરકારી કાર્યક્રમો માટે તેની એસટી બસો ભાડે આપતી હોય છે ત્યારે પણ સરકારના વિભાગો એસટી નિગમને બાકી ભાડાની ચૂકવણી કરતાં હોતા નથી.

તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એક તબક્કે એસટીનો વહીવટ સુધારીને એસટી નિગમને નફો કરતું એકમ બનાવી દીધું હતું પરંતુ હવે એસટી નિગમ તેના સંચાલન માટેના ખર્ચને પહોંચી શકતું નથી તેથી સરકારની લોનની ભરપાઇ પણ કરી શકતું નથી. આ સંજોગોમાં સરકારે એસટી નિગમના રાજ્યભરમાં આવેલા એસટી બસ મથકોનું ખાનગીકરણ શરૂ કર્યું છે. એટલું જ નહીં રાજ્યના શહેરી વિસ્તારની બસ સર્વિસનું પણ ખાનગીકરણ કરી દીધું છે અને હવે રાજ્યના પ્રત્યેક ગામડામાં જતી સરકારી એસટી બસોનું પણ ખાનગીકરણ કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી હોવાની વિગતો સામે આવી રહી છે.

ભારત સરકારે એરઇન્ડિયાને વેચવા કાઢ્યું છે તેમ એક સમય એવો આવશે કે જ્યારે એસટી નિગમને સરકારે વેચવા કાઢશે, કારણ કે નિગમના કર્મચારીઓના પગાર કરવાના પણ ફાંફા પડી રહ્યાં છે. ખાનગી વાહનોની ભરમાર વચ્ચે એસટી બસોના રૂટ ખાલી જઇ રહ્યાં છે. એસટી નિગમના ઉચ્ચ અધિકારીઓ તેમજ રાજ્ય પોલીસના અધિકારીઓની મિલીભગતથી એસટીનું સંચાલન ખોરવાઇ રહ્યું છે, કારણ કે આ ઓફિસરોના ખાનગી વાહનો રાજ્યભરમાં દોડી રહ્યાં છે.

રિપોર્ટ : અલ્પેશ રાઠોડ (અમદાવાદ)

IMG-20200307-WA0058.jpg

Anish Gaudana

Anish Godani

Right Click Disabled!