શહેરા તાલુકાના એક ગામની સગીરાને ભગાડી જતા શહેરા પોલીસ મથકે ફરીયાદ
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના એક ગામની સગીરાને ભેસાલ ગામનો પ્રમોદકુમાર કાંતિ ભાઇ પગી સગીરાને સમજાવી ફોસલાવી લગ્ન કરવાના તેમજ સગીરાનુ યૌન શોષણ કરવાના આશયથી સગીરાના વાલીપણામાથી ભગાડી ગયો હોવાની ફરિયાદ સગીરાના પિતાએ શહેરા પોલીસ મથકે નોધાવતા શહેરા પોલીસે પ્રમોદકુમાર કાંતિભાઇ પગી સામે અપહરણ તેમજ 376 પોકસો અધિનીયમ 2012ની કલમ 5 (એલ) 6, 12 મુજબનો ગુન્હો નોધી નરાધમ પ્રમોદકુમાર કાંતિ ભાઇ પગીને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દેવાયો.