ભારતમાં જીવલેણ કેન્સર ફેલાશે કે શું….? કેન્સર યુક્ત કેમિકલ ઉપર પ્રતિબંધ ક્યારે…..?

કોરોના વાઇરસે વિશ્વના 94 જેટલા દેશોને પોતાના સકંજામાં લઈ લીધા છે. આ રોગને કારણે વીશ્વના દેશો ફફડી ગયા છે પરંતુ ભારત પણ તેમાંથી બાકાત નથી. તેનું કારણ છે કોરોના વાઈરસ જમીની સ્તરે ફેલાય છે એટલે તેનો ભોગ માત્ર માનવી જ નહીં પરંતુ પ્રાણીઓ પણ બની શકે છે…..! આ કોરોનાએ વિશ્વભરના લોકોને હચમચાવી નાખ્યા છે ત્યારે તેની સાથે ભયાનક માઠી અસર વિશ્વભરમાં વિવિધ ક્ષેત્રના માર્કેટો ઉપર પણ પડી છે. જે દેશો મંદીનો સામનો કરી રહ્યા હતા તેમના માટે તો પડતા ઉપર પાટું જેવો ઘાટ થઈ ગયો છે.
ચીનનો માલ વિશ્વના મોટાભાગના દેશોમાં સપ્લાય થતો હતો. ઉપરાંત પ્રવાસીઓ પણ વિવિધ દેશોની મુલાકાતે જતા હતા. પરિણામે વિશ્વમાં કોરોનાની અસર થઈ છે.ચીનમાતો કોરાનાને લઈને સરકારી ચોપડા મુજબ 3800 જેટલા મૃત્યુ થયા છે, તો ઇથોપિયામાં પણ રોગચાળાએ વરવું સ્વરૂપ ધારણ કર્યું છે તો મલેશિયામાં 40 ના મૃત્યુ થયા છે ત્યારે ભારતમાં 38 જેટલા કોરાના ઈફેક્ટના કેસ નોંધાયા છે. તંત્રની જાગૃતિને કારણે આ રોગ ઝડપ પકડી શક્યો નથી. પરંતુ ભારતમાં ઉત્સવો-વિવિધ કાર્યક્રમો… પછી તે ધાર્મિક હોય કે સરકારી તેમાં લોકોની ભીડ વધુ હોય છે. જે ભારત માટે ચિંતાનો વિષય છે.
જોકે લોકોને સરકારે સલાહ-સૂચન ચેતવણી આપી છે જેથી કાર્યક્રમો નહીવત થઇ ગયા છે. તો કોરોના ને કારણે ચીનની બનાવટોનો- માલસામાન ખરીદવાથી લોકો દૂર ભાગ્યા છે તેથી ચીનમાં મંદીએ ભરડો લેવાની શરૂઆત કરી દીધી છે. અને આવા સમયે જ બે ભારતીય- અમેરિકન ડોક્ટરોએ ભારતને ચેતવણી આપી છે કે સરકાર કેન્સર રોગ નાથવા પગલાં ભરે….નહી તો “કેન્સરનું સુનામી” આવશે એટલે કેન્દ્ર સરકાર માટે તો ચિંતા વધી પડી છે. પરંતુ કેન્દ્ર સરકારે કેન્સરને નાથવા પંજાબ રાજ્યમાંથી શરૂઆત કરવા સાથે જેના કારણે કૅન્સર ફેલાય છે તે માટે કૃષિ ક્ષેત્રે વપરાતી કેમિકલયુક્ત દવાઓ પર સદંતર પ્રતિબંધ મૂકવો પડશે….. નહીં તો ડોક્ટરોએ આપેલી ચેતવણી સાચી પડવાની શક્યતા વધુ છે…..!
દેશભરમાં કૃષિ ઉત્પાદન વધારવા ખેતીક્ષેત્રે “પેસ્ટીસાઈઝ્ડ” કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. જેનો સૌથી વધુ ઉપયોગ પંજાબ રાજ્યમાં કરવામાં આવે છે. દેશભરમાં વપરાતા કુલ પેસ્ટીસાઈઝ્ડ કેમિકલમાં 30 ટકા ઉપયોગ એકલુ પંજાબ રાજ્ય કરે છે. આ કેમીકલ ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીક્ષેત્રે વપરાતું હોવાથી અહીં કેન્સરના દર્દી વધુ પ્રમાણમાં છે. જ્યાં ખેતી કરતા વિસ્તારો છે ત્યાં મોટાભાગના ઘરોમાં એકાદ વ્યક્તિને કેન્સર હોય છે… તેમજ આ કેન્સર રોગના ઈલાજ માટે ભટીન્ડાથી બિકાનેર જતી ટ્રેનને લોકો “કેન્સર ટ્રેન”ના નામથી ઓળખે છે, તેનો રેલવે સ્ટાફ પણ તેને “કેન્સર ટ્રેન” કહે છે. તો પ્રવાસી બિકાનેર જવાની ટ્રેનને પણ કેન્સર ટ્રેન બોલીને તે બાબતે પૂછપરછ કરે છે. તેનું કારણ મોટા ભાગના કેન્સરના દર્દીઓ ભટીન્ડાથી બિકાનેર સારવાર માટે જાય છે.ટ્રેનના પ્રવાસીઓમાં વધુ દર્દીઓ કેન્સર રોગી હોય છે. આના ઉપરથી ખ્યાલ આવે છે કે પંજાબ રાજ્ય માં કેન્સરના રોગી વધુ છે.
અહીના બિયારણ, કેમિકલ દવા વેચનાર વેપારીઓ ખેડૂતોને સમજાવે છે કે “પેસ્ટીસાઇઝ્ડ” નો ઉપયોગ તમારી સલામતી રાખવા સાથે ઓછો કરો તે લોકો માટે ખતરનાક છે તો છાટનાર માટે પણ ખતરનાક છે….. છતાં કૃષિના વધુ ઉત્પાદન મેળવવાની લાલચે આ દવાનો ઉપયોગ પંજાબના ખેડૂતો વધારે કરે છે… જોકે ગુજરાત સહિતના અન્ય રાજ્યો પણ આ કેમિકલનો ઉપયોગ કરે છે પરંતુ તેનું પ્રમાણ યોગ્ય માત્રામાં જ હોય છે. આ બધું છતાં આ કેમિકલના છંટકાવના કારણે ગામડાની હવા- પાણી પ્રદુષિત બન્યા છે.
આ કેમિકલના વપરાશને કારણે હાઇ બી.પી, ડાયાબિટીસ, કેન્સર સહિતના વિવિધ રોગો થાય છે જે એક હકીકત છે…. ત્યારે જે કેમિકલ વાપરવા પર અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિતના અનેક દેશોમાં પ્રતિબંધ છે તો તેના ઉત્પાદન ઉપર પણ પ્રતિબંધ છે…… અને ભારતમાં આ કેમિકલ જોઈએ તેટલું મળી રહે છે. છતાં કેન્દ્ર સરકાર આ બાબતે અજાણ છે કે પછી…..!! દેશના લોકોના સ્વાસ્થ્ય માટે કેન્દ્ર સરકારે જ આકરા પાણીએ આ “પેસ્ટિસાઈડ્ઝ” કેમિકલ ઉત્પાદન અને ઉપયોગ પર પ્રતિબંધ મુકી દેવો જોઈએ. નહી તો જીવલેણ કેન્સર દેશભરના અનેક લોકોને પોતાના ભરડામાં લઇ શકે છે……! તેવી દહેશત કૃષિ કેમિકલના જાણકારો વ્યકત કરી રહ્યા છે…..
આપણા રાષ્ટ્રપતિ કોવિદજીએ પણ પુનઃપ્રાકૃતિક ખેતી તરફ વળવા ખેડૂતોને અનુરોધ કર્યો છે. તે સાથે ખેડૂતોને ચેતવ્યા છે કે કેમિકલ યુકત ખાતરો અને કેમિકલ યુક્ત દવાઓના ઉપયોગથી ફળદ્રુપ જમીનો ધીરી ગતિએ ફળદ્રુપતા ગુમાવતી જાય છે. અને ઉત્પાદન ઘટતું જાય છે અને છેવટે જમીન બંજર બની જાય છે. ત્યારે ખેડૂતો હવે સારું ઉત્પાદન મેળવવા કુદરતી ખાતરનો ઉપયોગ કરે તે ખૂબ જરૂરી બન્યું છે. કેટલાક ખેડૂતો શાકભાજીનો રંગ જાળવવા, ફળ પકવવા કેમીકલનો ઉપયોગ કરે છે તેના કારણે લોકોમાં અનેક પ્રકારના રોગો પેદા થાય છે માટે માનવ હિત માટે કેમિકલ ખાતરો-દવાઓથી દૂર રહેવું ખેડૂતો માટે જરૂરી છે. અને કુદરતી ખાતરનો જ ખેડૂતો ઉપયોગ કરે…..
વંદે માતરમ્
(જીએનએસ : હર્ષદ કામદાર)