જામજોધપુર તાલુકાના સડોદર ગામે મિશન માનવતા ગ્રુપને ખૂબ ખૂબ સાધુવાદ….

જામજોધપુર તાલુકાના સડોદર ગામે મિશન માનવતા ગ્રુપ અને સમસ્ત અનુસૂચિત સમાજ દ્વારા જામજોધપુર વિસ્તારના અનુસૂચિત સમાજ ના વિદ્યાર્થી વિદ્યાર્થીઓ શિક્ષણ પૂરું કરી પોતાની કારકિર્દી માં આગળ વધી પોતાનું અને સમાજનું નામ રોશન કરે તેવા પ્રયાસો ઘણા સમયથી મિશન માનવતા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે જરૂરી એવું પ્રોત્સાહન મળે માટે ઘણા સમય થી પ્રયત્નશીલ છે. વિધાર્થીનું સન્માન થશે તો આગળ વધી સમાજ નું ગૌરવ વધારશે.પોતાના સમાજ દ્વારા સન્માન થશે એટલે ભણી ગણી પહેલું લક્ષ સમાજ માટે કંઇક કરવાની કરુણા તરફ આગળ વધશે.આવા સન્માન થી વિદ્યાર્થી માં વધારે આત્મ વિશ્વાસ વધે છે અને વધારે મહેનત કરવાની તક શોધે છે.
વિધાર્થીનું સન્માન વ્યક્તિત્વ નહિ પણ આખો પરિવાર માટે ગર્વ લેવાજેવી બાબત છે. આવા કાર્ય કરે દ્વારા સમાજ માં એકતા બંધુતા કરુણા જન્મે છે. આવા સન્માન સમારોહ દ્રારા સમાજમાં હદયના ભાવ દ્વારા પ્રેમ કરુણા ભાઈચારો વધે છે. મિશન માનવતા ગ્રુપ અને સમસ્ત અનુસૂચિત સમાજ સડો દર વિધાર્થી સન્માન સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવો સમાજના મોભી એવા દેવદાન ભાઈ મૂછડિયા, યોગેશભાઈ ભાષા, ભગવાનજીભાઈ ચાવડા, મકવાણા સાહેબ, પ્રવીણભાઈ સાગઠીયા, અશોકભાઈ પરમાર, કેશવભાઈ પરમાર, વિજયભાઈ બગડા, કર્મચારી મંડળ જામજોધપુર આજુ બાજુના સમાજના આગેવાન વડીલો ભીમ સૈનિકોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી.
વિધાર્થીઓને શિલ્ડ બોલપેન ફાઈલ જેવી કીટ વિતરણ કરી વિધાર્થી ઓ નો આત્મ વિશ્વાસ વધાર્યો હતો.અને સાંજે ૬ કલાકે ભીમ ભોજન સમારંભ યોજાયો જેમાં બહુજન સમાજના મોટી સંખ્યામાં લોકોએ ભીમ ભોજન ગ્રહણ કર્યું હતું. અને સાંજે સોરઠ સાવજ બહુજન સાહિત્ય કાર વીશન ભાઈ કાંથડ દ્વારા ભવ્ય ભીમ ભજનમાં બહુજન મહાપુરુષોની ગૌરવ ગાથા સંભળાવી તેમાં બાલુ ભાઈ વિંઝુડા,પ્રફુલ ભાઈ પારધી, દિનેશ ભાઈ સોંદરવા, મનસુખ ભાઈ વિંઝુડા, ભગવાનજીભાઈ ચાવડા, વિજયભાઈ બગડા ઉપસ્થિત તમામ આજુ બાજુ ગામ ના વડીલો યુવાનો માતા બહેનોનો સાથ સહકાર ખુબ જ વધારે પ્રમાણ માં મળી રહ્યો હતો અને આવા સફળ કાર્ય ક્રમ નું સ્ટેજ સંચાલન પ્રવીણ ભાઈ સાગઠીયા તેમજ જયેશભાઈ રાઠોડ તથા તેમની પૂરી ટીમને સાધુવાદ. આવા સમાજલક્ષી કાર્યક્રમનું નિર્માણ કરી મિશન માનવતા ગ્રુપને ખૂબ ખૂબ સાધુવાદ..
રિપોર્ટ : વિજય બગડા (જામજોધપુર)