મહેસાણાના વિસનગરમાં ઉજવાય છે અનોખી હોળી…..

મહેસાણા જિલ્લાના વિસનગરમાં અનોખી રીતે હોળી મનાવવામાં આવે છે. વિસનગરમાં વર્ષોથી અનોખી રીતે ખાસડા યુદ્ધ દ્વારા હોળી રમાય છે. વેપારી ઓ એ ચાઈના પિચકારીનું વેચાણ નહી કરી તથા જનતા એ ચાઈના પિચકારીની ખરીદી નહીં કરી કોરોના વાઇરસ સામે ફેલાવી જાગૃતિ હોળીને લઇને રાજ્યભરમાં અનેક જગ્યાએ અલગ અલગ લોકવાયકાઓ હોય છે. ત્યારે મહેસાણા જિલ્લાના વિસનગરમાં અનોખી રીતે હોળી મનાવવામાં આવે છે. વિસનગરમાં વર્ષોથી અનોખી રીતે ખાસડા હોળી રમાય છે. નામ જાણીને ચોક્કસ નવાઇ લાગી હશે, પરંતુ અમે તમને જણાવી દઇએ કે, અહીં ડીજેના તાલે બે જૂથો એકબીજા ઉપર ખાસડા ફેંકીને ખાસડા યુદ્ધ રમે છે.
મળતી માહિતી પ્રમાણે વિસનગરના મંડી બજાર વિસ્તારમાં છેલ્લા 150 વર્ષથી વધારે વર્ષોથી ખાસડા યુદ્ધની પરંપરા ચાલી આવી છે. અહીં વર્ષોથી પરંપરા પ્રમાણે, ધૂળેટીના પર્વના દિવસે સવારે ડીજેના તાલે બે જૂથો આમને સામને આવે છે. અને એકબીજા ઉપર ખાસડા, શાકભાજી જેવી વસ્તુઓ ફેંકીને યુદ્ધ રમે છે. આ રમતમાં જેને જુત્તુ વાગે એનું આખું વર્ષ સારું જાય તેવી માન્યતા પ્રચલિત છે. આ પરંપરામાં આખુ વર્ષ લોકોના જુના પુરાણા જૂતા ભેગા કરાય છે. આ પરંપરા વર્ષોથી ચાલતી આવતી રહી છે. વિસનગરમાં ધૂળેટી પર્વે પરંપરાગત ખાસડા યુધ્ધ યોજવામાં આવે છે.
બદલાયેલા સમયમાં યુધ્ધમાં ખાસડાની જગ્યાએ શાકભાજીએ લઇ લીધું છે.આ યુધ્ધમાં જેને ખાસડુ વાગે તેનું સમગ્ર વર્ષ સારૂ જતુ હોવાની માન્યતા પ્રવર્તતી હોવાથી મોટી સંખ્યામાં લોકો જોડાય છે.ધૂળેટીના દિવસે વહેલી સવારે ઉત્તર વિભાગના અને દક્ષિણ વિભાગના લોકો આવી મંડી બજારમાં બે જુથોમાં વહેંચાઇ જાય છે જ્યારે બજારના ચોકમાં વચ્ચે ખજુરનો ઘડો મુકવામાં આવે છે અને જુથો આ ઘડો મેળવવાનો પ્રયત્ન કરે છે જ્યારે બીજુ જુથ ખાસડાં મારી આ ઘડો લઇ જતો અટકાવે છે. જ્યાં જે જુથ ચપળતા વાપરી ઘડો છીનવી જાય છે તેને વિજેતા જાહેર કરવામાં આવે છે.
અહીં વર્ષોથી પરંપરા પ્રમાણે, ધૂળેટીના પર્વના દિવસે સવારે ડીજેના તાલે બે જૂથો આમને સામને આવે છે. અને એકબીજા ઉપર ખાસડા, શાકભાજી જેવી વસ્તુઓ ફેંકીને યુદ્ધ રમે છે. આ રમતમાં જેને જુત્તુ વાગે એનું આખું વર્ષ સારું જાય તેવી માન્યતા પ્રચલિત છે. આ પરંપરામાં આખુ વર્ષ લોકોના જુના પુરાણા જૂતા ભેગા કરાય છે. આ પરંપરા વર્ષોથી ચાલતી આવતી રહી છે.