વડોદરા યુનિવર્સિટીમાં ફિલ્મી સ્ટાઇલમાં ઘુસી વિધ્યાર્થીઓએ માર્શલ સાથે કર્યું ઘર્ષણ
વડોદરા,
પોતાની આગવી શિક્ષણ વ્યવસ્થાના કારણે વિશ્વ વિખ્યાત બનેલી વડોદરાની એમ.એસ યુનિવર્સિટી હવે પોતાના વિવાદોના કારણે વિશ્વ વિખ્યાત બને તો નવાઈ નહીં. છેલ્લા ત્રણ મહિનાથી પરીક્ષાના પરિણામ જાહેર ન થતા વિદ્યાર્થીઓ યુનિવર્સીટી હેડ ઓફીસ ખાતે રજુઆત કરવા ગયા હતા, પરંતુ રજુઆત દરમિયાન એવા દ્રશ્યો સર્જાય કે કોઈએ વિચાર્યુ પણ નહીં હોય.
એમ.એસ યુનિવર્સિટી હર હંમેશ કોઈ ના કોઈ કારણે વિવાદમાં આવતી હોય છે. એક તરફ દેશ ડિજિટલ ઇÂન્ડયા તરફ આગળ જઈ રહ્યો છે. મોટા ભાગના કામ ઓનલાઈન થઈ રહયા છે, ત્યારે એમ.એસ યુનિવર્સિટી (સ્.જી ેંહૈvીજિૈંઅ)માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છેલ્લા ત્રણ મહિનાથી પરીક્ષાના પરિણામ માટે વલખા મારી રહયા છે. પરીક્ષાના પરિણામ ક્્યારે જાહેર થશે એ જાણવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ યુનિવર્સીટી હેડ ઓફીસ ખાતે પોહચ્યા હતા. જા કે એ.સી કેબીનમાં બેઠેલા સત્તાધીશોને જાણે કોઇ ફરક જ ન પડ્યો નહોતો. આખરે વિદ્યાર્થીઓએ આખરે વિરોધ પ્રદર્શન કરવાનો વારો આવ્યો હતો. ધોમધખતા તાપમાં કલાકો સુધી વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓની રજુઆત એસી. કેબીનમાં બેઠેલા યુનિવર્સીટી સતાધીશો સાંભળવા ન આવતા વિદ્યાર્થીઓએ પોતાનો પિત્તો ગુમાવ્યો હતો. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ હેડ ઓફીસનો દરવાજા ખોલી સત્તાધીશોને મળવાનો પ્રયાસ કરતા ફરજ પર હાજર વિજિલન્સના કર્મચારીઓ સાથે ઘર્ષણ થયું હતું.