અમરેલી વડિયા : પ્રિન્ટર બંધ છે… કોમ્યુટર બંધ છે… આ ઘટે છે…. એમને એમ આખો દિવસ પસાર કરી સાંજે ઘરભેગા

વડિયા ની સીટી સર્વે કચેરી માં રેઢિયાર તંત્ર દર શુક્રવારે આવવાનું કહી ગમે ત્યારે હાજર હોતા નથી અને હાજર હોય તો પ્રિન્ટર બંધ હોઈ છેલ્લા 1 વર્ષ થી ઓનલાઈન પ્રિન્ટ જ નથી. નીકળી પ્રોપટી કાર્ડ નથી નીકળતું. બસ અહીં ઓફીસ આવી અને ગ્રાહકો ને કહે તમારે કાર્ડ માટે આટલી વસ્તુ ઘટે છે એ બીજા અથવા ચોથા શુક્રવારે લેતા આવજો અને એમાં જો મિટિંગ આવી ગઈ તો બીજા 15 દિવસે પ્રજાનું કામ થવું હોય તો થાય. સીટી સર્વે ઓફિસર ના જણાવ્યા મુજબ તેમને બે તાલુકા ના કામ સોંપવામાં આવ્યા છે કુંકાવાવ અને બગસરા જેમાં મળી 9 ગામની જવાબદારી મારી ઉપર રહે છે ભાઈ કઈ રીતે પુરી કરી શકું
કુલ 5 ઓફીસ ના 9 ગામ : વડિયા.કુંકાવાવ.નાની કુંકાવાવ.જુના વાઘણીયા.મોટા આકડીયા.વાંકીયા.જાળિયા.બાબાપુર.બગસરા..હવે આ સરકાર નો આથી કયો વધુ વિકાસ કહેવાય …… લોકો અધિકારી ને ફોન કરી કરી ને થાકી જાય પણ કામ થતા નથી. હવે વડિયા માટે બીજો અને ચોથો શુક્રવાર આપેલો છે અને જો સાહેબ ને મિટિંગ ની ગોઠવણ થઈ તો પ્રજાનું એક મહિનો મોડું કામ થાય.
હાલ આ મોંઘવારી માં લોકો સીટી સર્વે ના કામ માટે વાહન લઈ તેમજ ટીકીટ ભાડા ખર્ચી વડિયા ઓફીસ આવે અને ધક્કા ખાઈ પરત જવું પડે ખૂબ અઘરું પડે છે આ બાબતે ઉપરી અધિકારી કાઈ ઘટતું કરે તો પ્રજાને રાહત થાય…સિવાય તો આવા જુદા જુદા વિસ્તાર ના ગામના નામ આપી અધિકૃત અધિકારી પ્રજાને ગોળી પીવરાવતા રહેશે…કે આજે હું કુંકાવાવ છું….આજે હું મિટિંગ માં છું….કાલે જાહેર રજા છે….
વડિયા ઓફીસ ખાતે પણ કોઈ તારીખ નક્કી થાય અથવા કોઈ વાર નક્કી થાય તો ઓફીસ ઉપર લખવું જોઈએ…કે બીજો અને ચોથો શુક્રવાર ઓફીસ ચાલુ છે. બીજું આજે રૂબરૂ મુલાકાત કરતા લોકો અવાર નવાર ઓફીસ ના કામ સબબ આવેલા લોકો પાસે થી જાણવા મળ્યું કે અમો છેલ્લા આઠ મહિનાથી ધક્કા ખાઈ એ છીએ લોકો ને એમ કહે છે કોમ્યુટર ખરાબ છે પ્રિન્ટર કામ નથી કરતું સવાર થી સાંજ સાહેબ ઓફીસ ઉપર બેસી દિવસ ભર સાંજે રવાના થઈ જશે….
આ સીટી સર્વે ની ઓફીસ માં જે લોકો ને નવા દસ્તાવેજ કોઈ લોન કોઈને બેન્ક માં આપવા માટે આ ઓફીસ ના કામ માટે જરૂર પડતી હોય છે જે લોકો ધક્કા ખાઈ ને થાકી ગયા છે….. જે સત્વરે સરકાર શ્રી નોંધ લે તો પ્રજા માં થોડી રાહત થાય.
રિપોર્ટ : રાજુ કારીયા (વડીયા)