‘નીતિન પટેલનો દાવો, કોંગ્રેસ તૂટે છે અમારે ૩ કે ૪ મત માટે જ વ્યવસ્થા કરવાની છે
ગાંધીનગર,
આગામી ૨૬ માર્ચે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી યોજાનારી છે. જેને લઇને રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ શાસિત રાજ્યમાં વ્યાપક અસંતોષ હોવાની વાત કરે છે, ત્યારે રાજ્યસઙાની ચૂંટણીને લઈને ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે એક મહેસાણી ભાષામાં પોતાનું તડફડી ભાષામાં પોતાનું નિવેદન આપ્યું છે.
રાજ્યસભાની ચૂંટણીને લઈને ભાજપના ત્રણ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે, તેઓ વિજય મૂર્હતમાં પોતાની ઉમેદવારી ફોર્મ ભરશે. ત્યારે રાજ્યસભાની ચૂંટણીને લઈને નીતિન પટેલે ફરીથી કોંગ્રેસને આડેહાથ લઈને એક નિવેદન આપ્યું છે. ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે દાવો કર્યો હતો કે, કોંગ્રેસ તૂટે છે. કોંગ્રેસમાં આંતરિક અસંતોષ જ અમને જીતાડશે. કોંગ્રેસના ઘણાં ધારાસભ્યો અંદરોઅંદર વિખવાદથી નારાજ છે. એક સાથે ૪૦ ધારાસભ્યોની નારાજગીને કારણે કોંગ્રેસ હાઈકમાન્ડે પોતાના ઉમેદવારો બદલવાના વખત આવ્યો છે.
નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસની નારાજગીથી અમને ફાયદો થશે. મધ્યપ્રદેશની ઘટનાથી કોંગ્રેસ હચમચી ગઈ છે. કોંગ્રેસમાં વિપક્ષના નેતા બદલવાની પણ રજૂઆત થઈ હતી. કોંગ્રેસની આંતરિક લડાઈ અમને ફાયદો કરાવશે. અમારે ૩ કે ૪ મત માટે જ વ્યવસ્થા કરવાની છે. મધ્યપ્રદેશમાં અમે કઈં નહોતું કર્યુ છતાં મોટો ફેરબદલ જાવા મળી રહ્યો છે. કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યોનું કોંગ્રેસે નથી સાંભળ્યું જેના કારણે આ વખત જાવાનો વારો આવ્યો છે. ગુજરાતમાં કોંગ્રેસની અણઆવડત ઉઘાડી પડી ગઈ છે. અમે કોઈનો ભોગ લેતા નથી.
ગુજરાતના રાજકારણમાં કોંગ્રેસની Âસ્થતિ જાતા ઘણીવાર પ્રશ્ન થાય કે કોંગ્રેસ જ ભાજપના પક્ષે છે કે શું? ગઈકાલે ઉમેદવારોની જાહેરાત અને પછી ધારાસભ્યોને તાબે થઈને કોંગ્રેસની જાહેરાતને પગલે ભાજપે ૩જા ઉમેદવારને મેદાને ઉતારીને ૩ બેઠક જીતવા માટેની વ્યૂહ રચના બનાવી લીધી છે. ક્રોસ વોટીંગ કરીને પણ ભાજપ ૩ બેઠકો મેળવવા માંગે છે. ત્યારે ડ્ઢરૂઝ્રસ્ નીતિન પટેલે કોંગ્રેસ માટે કÌšં હતુ કે તે જે કરે છે સારૂ કરે છે અમારા જ ફાયદામાં છે. સંખ્યાબળના આધારે અમારી પાસે વધુ મતો છે. અમારા ૨ ઉમેદવારો સ્પષ્ટ બહુમતીથી જીતશે. કોંગ્રેસનો જૂથવાદ બહાર આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્યો નારાજ છે. કોંગ્રેસે ઉમેદવાર બદલવા પડ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યોમાં અસંતોષ છે. કોંગ્રેસના ધારાસભ્યો પસંદગીના કારણે નારાજ છે. કોંગ્રેસ ધારાસભ્યો નારાજ છે તેથી અમે ત્રીજા ઉમેદવાર ઉતાર્યો છે.