લોભીયા હોય ત્યાં ધુતારા ભૂખે મરે નહીં ,અંબાજી મંદિર ની મહિલા પોલીસ ઠગાયા “

લોભીયા હોય ત્યાં ધુતારા ભૂખે મરે નહીં ,અંબાજી મંદિર ની મહિલા પોલીસ ઠગાયા “
Spread the love

ગુજરાત મા મહિલાઓ અડધી રાત્રે બહાર ફરી શકે તેવું છે ગુજરાત આ કહેવત ભારત ના લોકપ્રિય પ્રધાનમંત્રી જયારે ગુજરાત ના મુખ્ય મંત્રી હતા ત્યારે ગુજરાત અને દેશ મા કહેતા હતા ,આજ ગુજરાત ની પોલ આજે જગ વિખ્યાત ધામ અંબાજી ખાતે બનેલા બનાવ એ ખોલી નાખી છે યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિર સદન સુરક્ષામાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મી સાથે છેતરપીંડીનો બનાવ બનતા પોલીસ પણ ચોંકી ઉઠી છે અંબાજી મદિર માં ફરજ બજાવતા મહિલાપોલીસ કર્મી નાં ઘરે આજે સવારે 11 વાગ્યા નાં સુમારે બે અજાણ્યા ઈસમો આવી અને ઘરેણા ધોવા ની લાલચ આપી અને ઘરેણા ની લૂંટ કરી થયા ફરાર થઇ જતા પોલીસ એક્શન મોડ મા આવી ગઈ છે આ બાબતે મહિલા પોલીસ એ અંબાજી પોલીસ મથક મા ફરીયાદ કરતા પોલીસ આ તત્વો ને પકડવા માટે ટીમો બનાવી છે આમ આજે અંબાજી ખાતે દાગીના ધોવાના બહાને ઈસમો પોલીસ ને ઉલ્લુ બનાવી ભાગી ગયા હતા

શક્તિપીઠ અંબાજી મંદિર માં સધન સુરક્ષા માં ફરજ બજાવતા મહિલાપોલીસ કર્મી નાં ઘરે 13 માર્ચ ના સવારે 11 વાગ્યા નાં સુમારે બે અજાણ્યા ઈસમો પાર્સલ નું બહાનું કરી ઘર મા પ્રવેશ કર્યો હતો ઘર મા આવ્યા બાદ ઘર ના માલિક એ કહ્યુ હતુ કે તમારુ કોઈ પાર્સલ આવ્યું નથી તો તે અજાણ્યા ઈસમો કહેવા લાગ્યા કે અમારી પાસે ઘરેણા, વાસણ , ધોવાનો પાવડર છે આપ કહો તો ધૉઇ ને બતાવું તેમ કહી ઘર માલિકે તેમને તાંબાનો લોટો ધોવા આપ્યો હતો અનેત્યારબાદ તે ઈસમો એ તાંબા નો લોટો સાફ કરી ને આપ્યો હતો ત્યાર બાદ તેમને કીધું કે અમારી પાસે ઘરેણા ધોવાનો પણ પાવડર છે તો તે ઘર માં રહેતા ઉષા બેન એ તેમના પગ માં પહેરેલી ચાંદીની તોડી ધોવા આપી ત્યારે તે ઈસમો એ તે ચાંદીની તોડી પણ સાફ ધોઈ ને પરત આપેલ ત્યાર બાદ ઉષા બેન ના માતા ગુણવંતી બેન બહાર આવ્યા અને તેમને તેમના ગળા માં પહેરેલી દોઢ તોલા ની સોનાની ચેન, હાથ માં પહેરેલી ત્રણ તોલા ની સોનાની બંગડી બે, તથા એક સોનાની બે આની ભર ની વિટી આશરે તમામ ની કિંમત 1,38,000 ધોવા આપેલ.

તે ઈસમો દ્વારા આ તમામ દાગીના ને એક સ્ટીલ નાં ડબ્બા માં મૂકી અને ઈસમો જોડે રહેલો પાવડર અને તે ઘર માલિક જોડે ઘર માં થી હળદર અને પાણી મંગાવી અને તે સ્ટીલ નાં ડબ્બા માં મૂકી અને રસોડા માં જઈ ગેસ પર ગરમ કરવા લાગ્યા અને ત્યાર બાદ તે ઘર માલિકે ને કીધું કે આ ડબ્બો ઠંડો થઈ જાય પછી આ ડબ્બા માં માંથી દાગીના બહાર કાઢવા તેમ કહી તે ઈસમો ફરાર થઈ ગયા આશરે એક બે મિનિટ બાદ તે ઘર માલિકે તે સ્ટીલ નો ડબ્બો ખોલતા અંદર રહેલા તમામ દાગીના ગાયબ હતા ફક્ત હળદર નું પાણી અને કાન ની બુટી તે ડબ્બા માં મળી હતી ત્યાર બાદ તે ઘર માલિક બહાર આવતા ત્યાર સુધી તે ઈસમો ફરાર હતા ત્યાર બાદ ઘર માલિકે અંબાજી પોલીસ સ્ટેશનમાં માં આ બને અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે અને અંબાજી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે,આમ આજે મહિલા પોલીસ જ ચોરો ના ચક્કર મા આવતા પોતે તેનો ભોગ બન્યા હતા.

અમિત પટેલ (અંબાજી)

IMG-20200313-WA0041-0.jpg

Amit Patel

Amit

Right Click Disabled!