કડી પાલિકાનું ૬૪.૪૭ કરોડનું બજેટ મંજૂર

કડી નગરપાલિકામાં શુક્રવાર ના રોજ મળેલ ખાસ સાધારણ સભામાં નગરપાલિકાનું ચોસઠ કરોડ સુડતાલીસ લાખ નું બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત આગામી વર્ષમાં શહેર ની સુવિધામાં વધારો કરવા શહેરના વિકાસમાં વધારો કરવાના કામોની જોગવાયીઓ કરવામાં આવી.
કડી નગરપાલિકાના સભાહોલ ખાતે યોજાયેલ બજેટ ની સાધારણ સભા પાલિકા પ્રમુખ શારદાબેન પટેલ ની અધ્યક્ષતામાં તથા ચીફ ઓફિસર નરેશભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં યોજાયી ગયી.સાધારણ સભામાં ભાજપ અને કોંગ્રેસના નગરસેવકોની હાજરીમાં આગામી વર્ષ 2020/21 ના વર્ષનું રૂપિયા 64.47 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવતા સર્વાનુમતે બજેટ ને મંજૂરી આપી દેવામાં આવી હતી.આગામી વર્ષના બજેટમાં આવકની સામે રીંગ રોડ,ટી.પી.રોડ ક્ષેત્રે 4 કરોડ,પાણી પુરવઠા ક્ષેત્રે 2,50,00,000 જેવા વિવિધ વિકાસ ના કામોમાં ખર્ચની જોગવાયી કરવામાં આવી છે.
બજેટ ની સાધારણ સભામાં પાલિકા ચેરમેન વિષ્ણુભાઈ પટેલ સહિત વિવિધ શાખાના ચેરમેન સહિતના સદસ્યો તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.