જામનગરમાં મિત્રને જેલમાં મળવા જવા મામલે એક પર હુમલો
જામનગરમાં મોહનનગરમાં આવેલ આવાસ માં રહેતો પૃથ્વીસિંહ જ્યેન્દ્રસિંહ ચૌહાણ તેની માતા સાથે તેના મિત્ર વિમલ અને સાજીદ જેલમાં હોય જેને મળવા ગયા હતા. આ બાબતની જાણ ફરિયાદી ઇકબાલના મિત્ર રોહિત વાઘેલાને થતા આ બાબતનો ખાર રાખીને પૃથ્વીસિંહ ગુલાબનગર પાસેથી બાઈક લઈને નિકળતો હોય ત્યાં જ રોહિતે પાઇપ વડે હુમલો કર્યો હતો. જેમાં પૃથ્વીસિંહ બચી ગયો હતો પરંતુ તેની બાઈકને નુકસાન થયું હતું.