જામનગરમાં દેહનો વ્યાપાર કરતો શખ્સ જામીન મુક્ત

Spread the love

જામનગર ની એક હોટેલ માંથી પોલીસે લોહીનો વ્યાપાર પકડી પાડ્યાપછી એજન્ટ તરીકે યુવતીને લઈ આવનાર શખ્સની ધડપકડકરી હતી આ આરોપીને અદાલતે જામીન મુક્ત કરવાનો હુકમ કર્યો છે. જામનગરના પી.એન માર્ગ પર આવેલી હોટેલ ગોલ્ડન ક્રાઉનમાં દેહવ્યાપાર હોવાનો વ્યવસાય ચાલતો હોવાની બાતમી પરથી પોલીસે તે હોટેલમાં બોગસ ગ્રાહક મોકલી રૃમ નં. 203 માં દરોડો પાડી પુનાની એક યુવતી સાથે બોગસ ગ્રાહક મળીઆવતા તે યુવતીની પુછપરછ કરી હતી. તે દરમ્યાન એક શખ્સ નાસી ગયો હતો આ યુવતીએ દિનેશ લક્ષમણભાઈ કોળી નામના શખ્સ તેણીને લઈ આવી દેહવ્યાપાર કરાવતો હોવાની વિગત આપી હતી.

પોલીસે તેણીનું નિવેદન નોંધ્યા પછી દિનેશ લક્ષમણભાઈની ધડપકડકરી રિમાન્ડ પર લેવાની તજવીજ કરી હતી તેની સામે આરોપીના વકીલે કરેલી દલીલોમા અદાલતે આરોપીને રિમાન્ડ પર ન સોંપી જેલ હવાલે કર્યો હતો તે આરોપીએ જામીન મુક્ત થવા માટે કોર્ટમાં અરજી કરી હતી જેમાં આરોપીના વકીલે કરેલી દલીલ માન્ય રાખી અદાલતે આરોપીને રૂ.15000ના જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. આરોપી તરફથી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, હરદેવસિંહ ગોહિલ, રોકાયા હતા.

Admin

Deepak Jogiya

9909969099
Right Click Disabled!