પાલનપુર : યુવક-યુવતીએ સ્કૂલ કેમ્પસમાં કરી આત્મહત્યા, પ્રેમ સંબંધ કારણભૂત

પાલનપુર : યુવક-યુવતીએ સ્કૂલ કેમ્પસમાં કરી આત્મહત્યા, પ્રેમ સંબંધ કારણભૂત
Spread the love

બનાસકાંઠા જિલ્લા ના પાલનપુર તાલુકાના પખાણવા ગામથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પખાણવા ગામની પ્રાથમિક શાળામાં પતરાના એંગલ સાથે યુવક-યુવતીની લટકતી લાશો મળી આવતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મળતી માહિતી મુજબ, પખાણવા ગામની પ્રાથમિક શાળા ખાતે પતરાના એંગલ સાથે ગળે ફાંસો ખાઈને યુવક-યુવતીએ આત્મહત્યા કરી લીધી છે. યુવક-યુવતીની લટકતી લાશો જોઈને સ્થાનિક લોકોએ પાલનપુર તાલુકા પોલીસ ને જાણ કરી હતી. ડબલ સુસાઇડની જાણ થતાં જ તાલુકા પોલીસ પખાણવા ગામે પહોંચીને તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે યુવક અને યુવતીએ પ્રેમ સંબંધમાં ગળે ફાંસો ખાઈ લીધા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે યુવક અને યુવતી પખાણવા ગામના જ રહેવાસી છે. મૃતક યુવકનું નામ જીતેન્દ્ર અહીણીયાતર અને મૃતક યુવતીનું નામ પાયલ ખેંચતી છે. બંનેએ પ્રેમ સંબંધના કારણે આત્મહત્યા કરતાં સમગ્ર ગામમાં માતમ છવાઈ ગયો છે. પાલનપુર તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને લાશોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી રહી છે. આ ઉપરાંત બંનેના આત્મહત્યાના ચોક્કસ કારણો જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

01 IMG_20200316_154339.jpg

Admin

Fojabhai

9909969099
Right Click Disabled!