કોરોના વાઇરસને લઇ અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી ત્રણ દ્વાર માઈ ભક્તો માટે બંદ કરવામાં આવ્યા

શક્તિ ભક્તિ અને આસ્થા નું ત્રીવેણી સંગમ એટલે શક્તિપીઠ યાત્રાધામ અંબાજી ગુજરાત ના પવિત્ર તીર્થ મા સ્થાન ધરાવે છે, હાલ માં કોરોના વાઇરસ નો ખોફ દેશ ભર માં ચાલી રહ્યો છે ત્યારે સાવચેતીના ભાગ રૂપે ગુજરાત સરકાર દ્વારા 16 માર્ચ થી બે અઠવાડિયા સુધી શૈક્ષણિક સંસ્થા સ્વિમિંગ પુલ, મોલ, વગેરે જેવા જાહેર સ્થળોને બંધ કરવામાં આવ્યા છે ત્યારે આજરોજ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સાવચેતીના ભાગરૂપે અંબાજી મંદિરનાં ત્રણ ગેટ બંધ કરવામાં આવ્યા છે અને દર્શનાર્થીઓ અને ગ્રામ વાસીઓ માટે શક્તિદ્વાર થી પ્રવેશ આપવા માં આવ્યો હતો. અંબાજી મંદિર નાં 7,8 અને 9 નંબર નાં ગેટ બંદ કરવામાં આવતા આજે અંબાજી મંદિર ખાતે માઈ ભક્તો ની ઓછી ભીડ જોવા મળી હતી અને તમામ લોકો શક્તિદ્વાર પર જઈ માતાજી ના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા.
દર્શનાર્થીઓ કે ગ્રામજનો ને શક્તિ દ્વાર પર હાથ ધોયા બાદ મંદિર માં પ્રવેશ આપવામાં આવ્યો હતો, શ્રીઅંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવાયો છે સાથે અંબાજી મંદિર ની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, બી સી યે કોલેજ,11-12 વિજ્ઞાન પ્રવાહ અને અંબાજી મંદિરની સંસ્કૃત મહા વિદ્યાલય માં 31 તારીખ સુધી રજા રાખવામાં આવી છે, અંબાજી ના સરકારી કોટેજ હોસ્પિટલ ખાતે પણ આઇસો લેશન વોર્ડ પણ શરૂ કરવામાં આવ્યો છે, અંબાજી મંદિર ના તમામ સિક્યોરિટી સ્ટાફ પણ માસ્ક પહેરીને ફરજ બજાવતા જોવા મળ્યા હતા, સાથે હવન શાળા માં પણ બ્રાહ્મણો માસ્ક પહેરીને પૂજા કરતા જોવા મળ્યા હતા, સફાઈ અભિયાન કરતા સફાઈ કર્મચારી પણ મોઢે માસ્ક પહેરીને ફરજ બજાવતા જોવા મળ્યા હતા.
અમિત પટેલ (અંબાજી)