રાજકોટમાં થયેલા બોર્ડ પરિક્ષાની ઘટનાની વધુ તપાસ માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને જવાબદારી સોપી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટના ગોમટા ચોકડી પાસે થી મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર ખાતે મોકલવામાં આવી રહેલી અને મહેસાણા જિલ્લાના વિદ્યાર્થીઓના મળી આવેલા ધોરણ. ૧૦ની બોર્ડ પરિક્ષાના પેપરના ૪ બંડલની ઘટનામાં કસૂરવાર શિક્ષકો. પોલીસ ગાર્ડ. અને વાહન ડ્રાયવરને સામે શિક્ષાત્મક પગલાં લીધા છે.
આ સમગ્ર ઘટનાની તપાસ અમદાવાદ શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચને સોંપવાનો નિર્ણય કર્યો છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા એ આ અંગેની વિગતો આપતા કહ્યું કે આ ધટનામાં કસૂરવારો સામે સખતાઈ થી પગલાં ભરવામાં આવશે. અને નિર્દોષ વિદ્યાર્થીઓ ના ભાવિ સાથે ચેડાં કરનારા કોઈ ને છોડવામાં નહિ આવે તેવી પ્રતિબ્બદ્તા રાજ્ય સરકારે વ્યક્ત કરી છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)