જૂનાગઢ પોલીસે હની ટ્રેપના ગુન્હામાં પકડાયેલ આરોપીઓની પોલ ખોલી

જુનાગઢ રેન્જના ડીઆઇજી શ્રી મનિંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભસિંઘ દ્વારા જૂનાગઢ જીલ્લામાં ગુજરાત સરકાર દ્વારા ઈ ગુજકોપ અંતર્ગત શરૂ કરવામાં આવેલ પોકેટ કોપ પ્રોજેક્ટનો ઉપયોગ કરવા જિલ્લાના તમામ થાણા અમલદારોને ખાસ સુચનાઓ કરવામાં આવેલ છે.
જૂનાગઢ શહેરના ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે હની ટ્રેપના ગુન્હામાં પકડાયેલ આરોપીઓની પૂછપરછ દરમિયાન જૂનાગઢ વિભાગ, જૂનાગઢના ડી.વાય.એસ.પી. પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર ભવનાથ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. પી.વી.ધોકડીયા, પો.સ.ઇ. વી.યુ.સોલંકી તથા સ્ટાફ દ્વારા પોકેટ કોપ એપ્લિકેશનન ઉપયોગ કરવામાં આવેલ હતો.
તાજેતરમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હની ટ્રેપના ગુન્હામાં આરોપીઓ (1) હીના વા/ઓ ઉમેશભાઈ વેજાભાઈ નંદાણીયા જાતે આહીર ઉવ. 35 રહે. જોશીપુરા, સ્વસ્તિક સોસાયટી, જૂનાગઢ, (2) ઉમેશભાઈ વેજાભાઈ નંદાણીયા જાતે આહીર ઉવ. 27 રહે. જોશીપુરા, સ્વસ્તિક સોસાયટી, જૂનાગઢ, મૂળ રહે. લોએજ ગામ, તા. માંગરોળ જી. જૂનાગઢ તથા (3) ફિરોઝ દાઉદભાઈ ઠેબા જાતે ગામેતી ઉવ. 30 રહે. મેદંપરા તા. ભેસાણ જી. જૂનાગઢ સહિત પાંચ આરોપીઓને પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ હતી.
પકડાયેલ આરોપીઓ પૈકી ઉપરોકત ત્રણેય આરોપીઓની પૂછપરછ કરતા, આ આરોપીઓ આ સિવાય કોઈ બીજા ગુન્હા કરેલા નથી, પોતે ક્યાંય પકડાયેલ નહિ હોવાની તેમજ પોલીસમાં પહેલીવાર જ પકડાયેલાની કબૂલાત કરવામાં આવેલ હતી. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. વી.યુ. સોલંકી, ભાવનાથ પી.એસ.આઈ. પી.વી.ધોકડીયા, સ્ટાફના હે.કો. યુસુફભાઈ, ભીમાભાઈ, રામદેભાઇ, પો.કો. મુકેશભાઈ, વિપુલસિંહ, અશ્વિનભાઈ, સહિતની પોલીસ ટીમ દ્વારા પકડાયેલ આરોપીઓ અંગે પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા, આરોપી દ્વારા આચરવામાં આવેલા ગુન્હાની સંપૂર્ણ વિગતો મળી આવેલ હતી.
પકડાયેલા આરોપીઓ પૈકી આરોપી હીના વા/ઓ હીના સોલંકી ઉમેશભાઈ વેજાભાઈ નંદાણીયા જાતે આહીર ઉવ. 35 રહે. જોશીપુરા, સ્વસ્તિક સોસાયટી, જૂનાગઢ, ભુતકાળમાં જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ જ પ્રકારના હની ટ્રેપના ગુન્હામાં સને 2018 ની સાલમાં પકડાયેલ, આરોપી ઉમેશભાઈ વેજાભાઈ નંદાણીયા જાતે આહીરભુતકાળમા સને 2019ની સાલમાં માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે અટકાયતી પગલાંમાં પકડાયેલ તેમજ આરોપી ફિરોઝ દાઉદભાઈ ઠેબા જાતે ગામેતી જૂનાગઢ શહેર સી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સને 2018 ની સાલમાં બાપ દીકરાના મિલકતના ઝગ્હડામાં છેડતીનો કેસ કરાવી, કાવતરૂ રચવાના ગુન્હામાં/કેસમાં પકડાયેલા હોવાની તેમજ તેના વિરુદ્ધ અટકાયતી પગલાંઓ પણ લેવામાં આવેલ હોવાની વિગતો પોકેટ્ટ કોપ એપ્લિકેશન મારફતે તપાસ કરવામાં આવતા, માહિતી આંગળીના ટેરવે પોલીસને હાથ લાગી ગયેલ હતી.
આ બધી જ વિગતો પોકેટ કોપ પ્રોજેક્ટ અંતર્ગત આપવામાં આવેલ સ્માર્ટ ફોનની એપ્લિકેશન દ્વારા જાણવા મળેલ હતી. આમ, જૂનાગઢ પોલીસ દ્વારા પૉકેટ કોપ મારફતે પકડાયેલ આરોપીઓ પોતાના ગુન્હાઓ છુપાવવા માંગતા હતા, પણ પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા પોલીસે તેની પોલ ખોલી નાખેલ હતી…!!! આમ, પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા ગુન્હાઓમાં પકડાયેલ આરોપીના ગુન્હાહિત ઇતિહાસ બાબતે વિગતો આંગળીના ટેરવે હાથ લાગતાં, પોકેટ કોપ એપ્લિકેશન પોલીસ માટે ખૂબ જ આશીર્વાદ સમાન સાબિત થયેલ છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ